આજે 3:30 કલાકે થશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર

0
148

Inanews National

Updated: February 28, 2018
આજે 3:30 કલાકે થશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર

બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ 72 કલાક બાદ મંગળવારે રાત્રે દુબઈથી મુંબઈ પહોંચ્યો હતો. અનિલ અંબાણીના ખાનગી વિમાનમાં તેના પાર્થિવ દેહને દુબઇથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ ખાતે તેને લેવા માટે તેના દિયર અનિલ કપૂર, અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અને શ્રીદેવીની સાવકી દીકરી અંશુલા કપૂર નજરે પડી હતી. તેને દુબઇથી ભારત લાવવા માટે શ્રીદેવીનો સાવકો પુત્ર અર્જુન કપૂર મંગળવારે જ દુબઇ પહોંચી ગયો હતો.

આજે સવારે શ્રીદેવીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે બાદમાં બપોર પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે શ્રીદેવીનો પાર્થિવ દેહ સેલિબ્રેશન ક્લબ લઈ જવામાં આવશે. અહીં 9:30 થી 12:30 દરમિયાન પાર્થિવ દેહ અંતિમ દર્શન અર્થે મૂકવામાં આવશે.

બાદમાં બપોરે 3:30 થી સાંજે 5:30 કલાક દરમિયાન વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શ્રીદેવીનો મૃતદેહ રાત્રે લગભગ 10.05 કલાકે મુંબઈ એરપોર્ટ પહોચ્યો હતો ત્યારે શ્રીદેવીના લોખંડવાલા સ્થિત મકાન ગ્રીન એકર્સ બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. શોકમાં ગરક થયેલી બોલિવૂડની તમામ હસ્તીઓ પણ કપૂર પરિવારના દુઃખમાં સહભાગી થવા ઉમટી પડી હતી.

નોંધનીય છે કે દુબઇમાં મોત બાદ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં ત્રણ દિવસ જેટલો સમય લાગી ગયો છે.

LEAVE A REPLY