કેશોદના ખમીદાણા જ્ઞાનોદય વિનય મંદિરે વિદાય સમારંભ યોજાયો

0
457

Update : 28 February 2018

કેશોદના ખમીદાણા જ્ઞાનોદય વિનય મંદિરે વિદાય સમારંભ યોજાયો

કેશોદના ખમીદાણા જ્ઞાનોદય વિનય મંદિરે ધોરણ દશના વિદ્યાર્થીઓ તથા શાળાના કલાકૅની વય મર્યાદાના કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

કેશોદ તાલુકાના ખમીદાણા જ્ઞાનોદય વિનય મંદિરે ધોરણ દશના વિદ્યાર્થીઓ અને શાળાના ક્લાર્ક કેસરભાઇ ભુવા વય મર્યાદાના કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સરપંચશ્રી ગ્રામ પંચાયતના સદસ્યો આંગણવાડી સ્ટાફ પ્રાથમિક શાળા સ્ટાફ આરોગ્ય વિભાગ સ્ટાફ તલાટી મંત્રી તથા આમંત્રિત મહેમાનો તથા શાળાના સ્ટાફ દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી શાળાના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નિવૃત થયેલા ક્લાર્કનું આમંત્રિત મહેમાનો ઉપસ્થિત ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છથી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું વિદ્યાર્થીઓએ શાળાને મુમેંટ અર્પણ કરી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત શાળા દિકરી વિશે વકતૃત્વ રજુ કર્યા હતા સાથે સુવિચારો તથા આમંત્રિત મહેમાનો તથા ઉપસ્થિત ગ્રામજનો તથા શાળાના સ્ટાફ દ્વારા પ્રાસંગિક પ્રવચનનો કર્યા હતા અને વધુ અભ્યાસ કરી શાળાનું નામ રોશન કરે તેવા વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા

શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત વિદાય ગીત તથા અભિનય ગીતો રજુ કરી આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા

સમગ્ર કાર્યક્રમમાં આંગણવાડી સ્ટાફ પ્રાથમિક શાળા સ્ટાફ આરોગ્ય વિભાગ સ્ટાફ સરપંચ તથા ગ્રામ્ય પંચાયતના સદસ્યો ગ્રામજનો વિદ્યાર્થીઓ તથા શ્રી જ્ઞાનોદય વિનય મંદિરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

બ્યુરો રિપોર્ટ – જગદીશ યાદવ જુનાગઢ

LEAVE A REPLY