સુરત સામૂહિક આપઘાત: કમિશનરની વ્યાજખોરો સામે ‘લાલ આંખ’

0
260

Update : 3 March 2018

સરથાણામાં સામુહિક આપઘાત મામલે સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી આદેશ જારી કર્યો

સુરતઃ સરથાણામાં સામૂહિક આપઘાત મામલે સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને આદેશ જારી કર્યો છે કે, તમામ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો મામલે જે પણ અરજી પેંડિંગ હોય તો તાત્કાલિક ફરિયાદમાં તબદિલ કરવામાં આવે.

પરિવારનો સામૂહિક આપઘાત

સરથાણામાં આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસીયાએ પત્ની અને પુત્ર સાથે 12માં માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. જેની પાસેથી બે પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં વ્યાજના બોજથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું.

વ્યાજનો બોજ વધી જતા આપઘાત

સરથાણા સામુહિક આપઘાત મામલે પોલીસ કમિશનર સતિષ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, વિજયભાઈ વધાસીયા એક મહિના પહેલાં જ સરથાણામાં રહેવા ગયા હતા. દરમિયાન વ્યાજનો બોજ વધી જતા આપઘાત કરી લીધો છે. મરનાર પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જોકે, સુસાઈડ નોટમાં કોઈના નામ લખવામાં આવ્યા નથી. જેથી કોઈ જવાબદાર જણાતું નથી.

સમગ્ર મામલે ઉંડાણપુર્વક તપાસ કરાશે

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ વધાસીયાના પરિવારજનોને ખાતરી આપી હતી કે, જો કોઈ તપાસમાં જવાબદાર જણાશે તો તેને છોડવામાં આવશે નહીં. જોકે, હાલ આ મામલે કોઈ જવાબદાર નથી. જેનો સુસાઈડ નોટમાં પણ ઉલ્લેખ છે. સમગ્ર મામલે ઉંડાણપુર્વક તપાસ કરાશે

પોલીસ કમિશનરે શહેરીજનોને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. તેમની ફરિયાદ લેવામાં આવશે. અને એક આદેશ જારી કરતા જણાવ્યું હતું કે, તમામ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો મામલે જે પણ અરજી પેંડિંગ હોય તો તાત્કાલિક તેને ફરિયાદમાં તબદીલ કરવામાં આવે.

LEAVE A REPLY