જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા ખેડૂતોએ શોધ્યો અનોખો ઉપાય

0
287

Inanews National

Updated : 5 March 2018
જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા ખેડૂતોએ શોધ્યો અનોખો ઉપાય
અરવલ્લી: રાજ્યના અમુક વિસ્તારમાં ભૂમિપુત્રોની મહેનત પર જંગલી પશુઓ પાણી ફેરવી દેતા હોય છે ત્યારે અરવલ્લી જીલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોને જંગલી પશુઓથી બચવા એક રસ્તો શોધી નાંખ્યો છે. તેઓ ખેતરની ફરતે સાડી લગાવવામાં આવી છે. સ્ત્રીઓની લાજ સાચવતી સાડી આજે જીલ્લાના ખેડૂતોની મહેનતથી પકવેલ પાકની લાજ સાચવી રહી છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં ખેતરમાં સાડીની બોર્ડર લાગેલા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે.જીલ્લામાં એક લાખ હેક્ટર ખેતીની જમીનમાંથી 25 હજાર જેટલી ખેતીની જમીન જંગલી પશુઓના ત્રાસથી પ્રભાવિત છે. જેથી ખેડૂતો દ્વારા સાડી વડે અનોખી પાક સુરક્ષાની દીવાલ ઉભી કરવામાં આવી છે.


મોઘાદાટ બિયારણ લાવ્યા બાદ દિવસ-રાત મહેનત કરી માટીમાંથી ખેડૂતો સોનું પકવે છે ત્યારે ખેડૂતોને મજબૂરી એટલી હદે છે કે ખેતીની રક્ષા માટે સાડીના ઉપાયની જરૂર પડી છે.સસ્તો અને સારો આ ઉપાય જીલ્લામાં લોકપ્રિય બન્યો છે. ખેતરમાં પકવેલ ઘઉં,મકાઈના ઉભા પાકને જંગલી ભૂંડ,નીલગાય રાત્રી દરમિયાન બગાડી દે છે. જેમાં જંગલી ભૂંડતો આખો પાક જ ખાઈ જાય છે. ત્યારે એક-એક ક્ષણની મહેનતથી ઉભો કરેલો પાક ક્ષણમાં નાશ થઇ જાય છે.
ત્યારે ખેતરની રક્ષા માટે મોંઘી તારની વાળ કરવી દરેકને પોસાય તેમ નથી જેના કરેણ સુરક્ષાની આ અનોખી દીવાલ ખેડૂતોમાં ખુબ લોકપ્રિય બની છે.રાજ્યનો અન્નનો ભંડાર ભરી રાખવાની જવાબદારી નિભાવતા હજારો ખેડૂતો માટે હાલ તો સાડી લાજ બચાવવાનું કામ કરી રહી છે.

LEAVE A REPLY