કેશોદ નગરપાલિકાના ભાજપા સદસ્યને સસ્પેન્ડ કરવા જીલ્લા કલેકટરની નોટીસ

0
136

Inanews National

Update : 10 March 2018

કેશોદ નગરપાલિકાના ભાજપા સદસ્યને સસ્પેન્ડ કરવા જીલ્લા કલેકટરની નોટીસ

કેશોદ નગરપાલિકામાં ચુંટાયેલા સદસ્ય હોવા છતાં મેટલ મોરમ સપ્લાય કરતા હોવાની જીલ્લા કલેકટરને લેખીત ફરિયાદ કરવામાં આવતા રાજકીય ખળભળાટ

કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર નવ માં ચુંટાયેલા ભાજપના સદસ્ય ધનાભાઈ ચાવડાએ નગરપાલિકામાં મેટલ મોરમ રાખવાનું કામ રાખીને માલ સામાન સપ્લાય કરી રકમ મેળવી સતાનો દુરઉપયોગ કરતા સુધરાઈ સદસ્ય ભાયાભાઈ સીંધલે જીલ્લા કલેકટરને લેખીત ફરિયાદ કરવામાં આવતા નાયબ કલેકટર અને નગરપાલિકા ચિફ ઓફિસરના સ્પષ્ટ અભિપ્રાયના આધારે સભ્યને ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલછે જીલ્લા કલેકટર દ્વારા કારણ દર્શક નોટીસ આપીને આગામી વીસ તારીખે બન્ને પક્ષકારોને સાંભળવા મુદત નક્કી કરેલછે નગરપાલિકાના ભાજપના સદસ્ય દ્વારા અંગત લાભ મેળવવા માટે સતાનો દુરઉપયોગ કર્યો હોવાનું સાબિત થતાં રાજકીય ખળભળાટ મચી ગયેલછે સભ્ય પદેથી વોર્ડ નંબર નવના ધનાભાઈ ચાવડાને દુર કરવાનો હુકમ આવશે તો ગમે ત્યારે પેટાચૂંટણી યોજાવાની સંભાવના વર્તાઈ રહી છે

બાઇટ – ભાયાભાઈ સિંધલ(સુધરાઈ સદસ્ય)

બાય લાઈન – જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY