કેશોદ ના ગોપલનગર વિસ્તારમાં વૃક્ષ કાપવામાં આવતા,

0
154

Inanews National

Update : 21 March 2018

કેશોદ ના ગોપલનગર વિસ્તારમાં વૃક્ષ કાપવામાં આવતા,
સૃષ્ટિ સેવા કેન્દ્ર ત્થા રહીશો દ્વારા બેસણું રાખી રોષ દાખવ્યો…..
કેશોદ:કેશોદ શહેરના ગોપાલનગર વિસ્તારમાં આવેલ પચ્ચીસ વષૅ જુના ઝાડ ને ખરી હકીકત ની ખરાઈ કયૉ વગર રાજકીય ભલામણ થી રહીશો ના નિવેદન કે જવાબ લીધા વગર તંત્ર દ્વારા ગેરકાયદેસર મંજુરી આપતા મહાકાય ઝાડ વિરોધ છતાં કાપી નાખવામાં આવ્યું હતું. સૃષ્ટિ સેવા કેન્દ્ર ત્થા રહીશો દ્વારા બેસણું રાખવામાં આવ્યું હતું.સ્કાય ફોરેસ્ટ યુથ કલબના રેવતુભા રાયજાદા, સૃષ્ટિ સેવા કેન્દ્ર ના અજુનભાઇ પાઘડાર, પનારા સાહેબ, ડૉક્ટર તન્ના સાહેબ,રાજુભાઇ પંડ્યા સહિત ના આગેવાનો અને રહીશો દ્વારા કપાયેલા વૃક્ષ ની તસ્વીર ને પુષ્પાજંલી કરી શોક પ્રગટ કયૉ હતો.. તંત્ર દ્વારા બેદરકારી દાખવી આડેધડ આપવામાં આવતી મંજૂરી નો વિરોધ કરવામાં આવ્યો હતો.

બાય લાઈન:જગદીશ યાદવ
જૂનાગઢ

LEAVE A REPLY