સંવિધાન ગૌરવ યાત્રા પ્રારંભ

0
258

Inanews National

સંવિધાન ગૌરવ યાત્રા પ્રારંભ

તારીખ:- 28–3–2018
દિવસ:- બુધવાર

—ગીર સોમનાથ જીલ્લા ના ઉનાથી સંવિધાન ગૌરવ યાત્રા નો પ્રારંભ….
—ડો.બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા અને સંવિધાન વિશે ઉનાથી ગાંધીનગર સુધીની યાત્રા….
— અમદાવાદ થી પાટીદાર નેતા હાદીઁક પટેલ તેમજ દરેક સમાજના કન્વીનરો જોડાશે…

આજ રોજ ગીર સોમનાથ જીલ્લા ના ઉના ત્રિકોણબાગ ખાતે થી સંવિધાન ગૌરવ યાત્રા નું પ્રસ્થાન થયું જેમાં ઉના તાલુકાના સમઢીયાળા ગામના દલિત પરિવાર ના પીડિતો અને અન્ય બીજા સામાજિક કાર્યકરો એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના ફૂલહાર ચઢાવી ને શરૂઆત કરેલી… આ યાત્રા ઉના થી ખાંભા, અમરેલી,બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે… આ યાત્રા નો મુખ્ય હેતુ દેશના તમામ લોકોને ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત બને અને બંધારણના અધિકારો અને ફરજો પ્રત્યે લોકો જાગૃત બને એ માધ્યમથી કરવામાં આવ્યું છે.. ભારતીય બંધારણ ના રચિયિતા ડો.બાબાસાહેબ આંબેડકર અને અન્ય મહાપુરુષો ના જીવન સંઘર્ષ ની લોકોને ગામડે-ગામડે સભાઓ યોજી ને વાતો કરવામાં આવશે…ભારતીય બંધારણ વિશે , ભાઈચારો, લોકોમાં એકતા અને અખંડિતતા વધે એ માટે ના પ્રયાસો આ યાત્રા નો ઉદ્દેશ છે.. આ યાત્રામાં તમામ જાતિ અને ધર્મના લોકો જોડવાના છે.. અમદાવાદ થી સામાજિક કાર્યકરો અને હાર્દિક પટેલ જોડવાના છે…અન્ય ગુજરાત માંથી આ યાત્રા માં જોડાવા આમંત્રણ આપ્યું..

બાઈટ :- કેવલસિંહ રાઠોડ( દલિત સામાજીક કાર્યકર)

રિપોર્ટર : ચૌહાણ અલ્પેશ (ગીર સોમનાથ )

LEAVE A REPLY