આજરોજ સોફ્ટકિંગ ટેક શ્રીનાથજી આર્કડ શરદ ચોક કેશોદ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો

0
188

Inanews National

Update : 11th April 2018

આજરોજ સોફ્ટકિંગ ટેક શ્રીનાથજી આર્કડ શરદ ચોક કેશોદ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો

તંદુરસ્ત સમાજ માટે દરેકને મનપસંદ આજીવિકા જોબ મળે એ જરૂરી છે એવા વિચાર સાથે રોજગાર અધિકારી પ્રાદેશિક કચેરી રાજકોટ થી નિવૃત થયેલ શ્રી આર એન કોટક સાહેબના વડપણ હેઠળ ના કેરિયર ગાઈડન્સ ટ્રસ્ટ ના બે કાઉન્સેલર સીએસ ગુંજન કોટેચા અને સર જીતેન્દ્ર ધોળકિયા દ્વારા ઉત્સુકોને સલાહ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

સર જીતેન્દ્ર ધોળકિયા દ્વારા
વ્યવસાય લક્ષી તાલીમ અને કૌશલ્ય ની માંગ સવારના પહોરથી રાત અને જન્મ થી મૃત્યુ સુધી ક્યાં અને કેવી છે તેની છણાવટ કરવામાં આવી

સીએસ ગુંજન કોટેચા દ્વારા SWOT એનાલિસિસ કારકિર્દીમાં ક્યાં અને કેવી રીતે લાગુ પડે તે જાતે કરી કારકિર્દીની કેડીએ ડગ મંડવા શીખ આપવામાં આવી

શ્રી હાર્દિક દવે દ્વારા મલ્ટી મીડિયામાં કારકિર્દીની વિકસતી ક્ષિતિજો નો પરિચય પાઠવવામાં આવ્યો

શ્રી જયદિપ પુરોહિત જે પોતે એક મિસાલ છે કોમ્પ્યુટર ઓપરેટર ની નોકરી મૂકી પોતાના ક્ષેત્રમાં કશુક નવું કરવાની ઝંખના છે તેણે સોફ્ટકિંગ ટેક ની સ્થાપના થી પોતાની સફરની કટમીઠી વાતો કરી

આ તકે પાઠક સ્કૂલના શ્રી સમીરભાઈ કણસાગરા અને આંતરોલી શાળા ના પા શિક્ષક અને ચિંતક શ્રી તુલસીભાઈ ટીટીયા એ ખાસ ઉપસ્થિત રહી કારકિર્દી એ સમસ્યા નહીં સમાધાન છે ના શ્રી જયદિપ પુરોહિતના આ પ્રયાસમાં પ્રેરકબળ પૂરું પડેલ

બાય લાઈન : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY