કેશોદ ના ખાનગી શાળાના શિક્ષકે પોતાની શાળાની શિક્ષીકા સાથે પ્રેમ લગ્ન કયૉ…..

0
604

Inanews National

Update : 11th April 2018

કેશોદ ના ખાનગી શાળાના શિક્ષકે પોતાની શાળાની શિક્ષીકા સાથે પ્રેમ લગ્ન કયૉ…..
પાચ વષૅ થી નોકરી કરતી યુવતી ને લલચાવી ફોસલાવી પ્રમજાળમા ફસાવ્યા ની ફરિયાદ…..
સમાજને શિસ્ત સાથે શિક્ષણ આપવાનો દરજ્જો મળ્યો છે તેજ પ્રેમમાં ભાન ભૂલ્યા…..
કેશોદ:કેશોદ ના વેરાવળ હાઇવે રોડ પર આવેલી ખાનગી શાળા પ્રેરણાદીપ પ્રાથમિક શાળાના સંચાલક અને શિક્ષક તરીકે કામ કરતા ચેતન પરમારે પોતાની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષીકા તરીકે નોકરી કરતી યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ લગ્ન કરી લેતાં શિક્ષણજગતને બટ્ટો લગાવતો અને વાલીઓ નો વિશ્વાસ તોડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમાજને શિક્ષણ ની સાથે કેળવણી અને શિસ્ત ના પાઠ ભણાવવા નો દરજ્જો આપવામાં આવ્યો છે તે વ્યક્તિ પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં પાચ પાચ વષૅથી શિક્ષીકા તરીકે ફરજ બજાવતી યુવતીને અગાઉ પરણેલો હોવા છતાં ઢગો માસ્તર ચેતન પરમારે પોતાની માયાજાળમાં ફસાવી પ્રેમલગ્ન કરી યુવતીના પરિવારના સભ્યોને હેરાન પરેશાન કરવા પોતાના મોટા ભાઇ કે જે સંજય સ્કુલ ચલાવે છે તે ઇલેશ પરમાર સાથે મળી ખોટી ખોટી ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપતા હોય ત્યારે યુવતીના વાલીએ પોલીસ અધિકારીઓ સમક્ષ લેખિત રજુઆત કરી પગલાં લેવા વિનંતી કરી છે. પોલીસ મથકે આપેલી માહિતિ મુજબ યુવતી ના પરિવારે શૈક્ષણિક સંસ્થાના સંચાલક શિક્ષક ચેતન પરમાર અને ઇલેશ પરમાર પર વિશ્વાસ કરી શિક્ષીકા તરીકે નોકરી માટે મોકલી હતી ત્યારે છેલ્લા સાતેક માસ અગાઉ ફોન રેકોર્ડિંગ ધ્યાનમાં આવતાં નોકરી છોડાવીને મુબંઇ મોકલી આપેલ હતી. શાળા સંચાલક ત્યાં સંપર્ક કરી લલચાવી ફોસલાવી ટ્રેન માં થી અમદાવાદ ઉતારી લગ્ન કરી લઇ પરિવાર ને દબાણ હેઠળ લાવવા માટે ખોટા આક્ષેપ કરી ફરિયાદો કરે, કરાવે છે. પોતાનાથી અડધી ઉમંર ની યુવતી સાથે બીજી વખત લગ્ન કરનાર પ્રેરણાદીપ પ્રાથમિક શાળાનાં શિક્ષક અને સંચાલક ના કૃત્યથી વાલીઓ માં ચિંતા ઉભી થઇ છે કે, પોતાના બાળકો ને કોનાં ભરોસે વિશ્વાસે મુકવા. આવાં ઈશ્કમીજાજી સંચાલક શિક્ષક પોતાની શાળામાં અભ્યાસ કરતાં વિધૉથીને કેવું શિક્ષણ આપશે અને ત્યાં ફરજ બજાવતી અન્ય શિક્ષીકા ઓ ની સલામતી કેટલી ?જેવા પ્રશ્નો ઉભા થતાં સમગ્ર કેશોદ શહેરમાં ચૅચૉ ચાલી રહી છે.નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હોય ત્યારે વાલીઓ પોતાના વ્હાલસોયા દીકરા દીકરી ને સંચાલકો કે શિક્ષકોનાં ભરોસે વિશ્વાસે અભ્યાસ માટે કે નોકરી માટે મુકતાં પહેલાં હજાર વાર વિચારસે….

રિપોર્ટ :જગદીશ યાદવ
જૂનાગઢ

LEAVE A REPLY