મેંદરડા તાલુકાના અંબાળા ગામના ખેડુતે બે વિઘામાં કોઠીંબાનું વાવેતર કર્યું

0
540

Inanews National

Update : 15th April 2018

મેંદરડા તાલુકાના અંબાળા ગામના ખેડુતે બે વિઘામાં કોઠીંબાનું વાવેતર કર્યું

ટુંકા ગાળામાં ઓછા ખર્ચે દોઢ લાખનું ઉત્પાદન મેળવ્યું

મેંદરડા તાલુકાના અંબાળા ગામના ખેડુત કાનજી ગોવિંદ શીંગાળાએ મલ્ચીંગ પ્લાન્ટથી બે વિઘામાં ઉનાળુ કોઠીંબાનું વાવેતર કરી બે થી અઢી મહીનામાં ઓછા ખર્ચે ખુબજ સારૂ ઉત્પાદન મેળવ્યું છે ખેડુતોના જણાવ્યા મુજબ પ્રતિવિઘે દશથી બાર હજારનો ખર્ચ થાયછે જેની સામે પ્રતિવિઘે આશરે એંસી હજારનું ઉત્પાદન થાય તેવો અંદાજછે એટલે ટુંકા સમયમાં ઓછા ખર્ચે ખુબ સારૂ ઉત્પાદન થશે જેથી કોઠીંબાનું ખેતી કરવા અન્ય ખેડુતોને પણ સલાહ આપેછે કોઠીંબાનું વાવેતર ચોમાસા તેમજ ઉનાળામાં પણ વાવેતર કરી શકાયછે અન્ય ખેત પેદાશો કરતા ઓછા ખર્ચે ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન મેળવી સારી આવક મેળવી શકાય છે જેથી ખેડુતોને કોઠીંબાની ખેતી તમામ બાબતોએ લાભદાયકછે

ઉત્પાદન થયેલા કોઠીંબા કેશોદના હરસુખભાઇ ડોબરીયા ગોકુલ ગ્રૂહ ઉદ્યોગ દ્વારા પ્રતીમણ બસ્સો રૂપીયાના ભાવથી ખરીદી કરવામાં આવેછે જેનો કોઠીંબાની કાચરી તૈયાર કરી વેંચાણ કરવામાં આવેછે
અન્ય ખેડુતોએ કોઠીંબાની ખેતી વાવેતર વિશે માર્ગદર્શન માટે ગોકુલ ગ્રૂહ ઉદ્યોગનો સંપર્ક કરી સંપુણૅ માર્ગદર્શન મેળવી શકશે

કાનજીભાઈ શીંગાળા(ખેડુત)
હરસુખભાઇ ડોબરીયા(ગોકુલ ગ્રૂહ ઉદ્યોગ

રિપોર્ટ બાય:જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY