વોશિંગ મશીન અને LED બલ્બથી ભૃણ લિંગ બનાવતા હતા 10મું પાસ ડોક્ટર, આ રીતે ખુલ્યું કૌભાંડ

0
324

Inanews National

Update : 20 April 2018

ગર્ભવતીના પેટને ટચ કરી સામેની એલસીડી સ્ક્રિન પર ગર્ભમાં ભૃણનો વીડિયો બતાવતા અને ગર્ભમાં દીકરી હોવાની વાત કરતા.

જયપુર: રાજ્યના પીસીપીએનડીટી સેલે રવિવારે ચૌમુના મોરીજા ગામમાં આવેલા એક ઘરમાંથી ભૃણ લિંગની તપાસ કરતા ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. તપાસ ટીમે આપેલા રૂ. 35,000 પણ તેમણે મેળવી લીધા હતા. આ આરોપીઓમાં 13 જાન્યુઆરી 2017ના રોજ ચૌમુમાં જ નકલી તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલા સાધનો જોઈને ઓફિસરો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. આરોપીઓ લિંગ તપાસના નામે વોશિંગ મશિનની પાઈપથી એલઈડી બલ્બ જોડતા હતા અને ગર્ભવતી મહિલાના પેટ પર બલ્બ લગાડીને સામે લાગેલી એલસીડી સ્ક્રિન પર ગર્ભમાં ભ્રૃણનો વીડિયો બતાવતા અને તેમાં ગર્ભમાં છોકરી હોવાની વાત કરતા હતા. ધરપકડ થયેલા આરોપીઓમાં એકનું નામ નીમકાથાના છે. અધિકારીઓને એક દલાલ દ્વારા ભૃણ તપાસની માહિતી મળી હતી તેથી તેમણે કાવતરું ઘડીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ રીતે આરોપીઓ કરતા હતા તપાસ

– દલાલ ગર્ભવતી મહિલાને ચૌમુના મોરીજા ગામ લઈ જતા હતા. ત્યા ચાર્જેબલ એલઈડી બલ્બને વોશિંગ મશીનની પાઈપથી લગાવીનેગર્ભવતી મહિલાના પેટ પર એલઈડી બલ્બ ફેરવતા અને સામે લાગેલી સ્ક્રીન પર કન્યા ભૃણનો વીડિયો બતાવતા હતા. તેઓ ગ્રાહકોને કહેતા કે સોનોગ્રાફી મીશનથી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ કોઈ પણ સોનોગ્રાફી મશીન વગર આરોપીઓ ગર્ભવતી મહિલાને ગર્ભમાં છોકરી છે તેવું કહેતા અને ત્યારપછી મહિલાને અબોર્શન માટે પ્રોત્સાહન આપતા હતા.

ત્યારપછી તે જ દલાલ ગર્ભવતી મહિલાને રીંગ્સ અથવા ચૌમુની હોસ્પિટલમાં મહિલાનું અબોર્શન કરાવી દેતા હતા. તેઓ અબોર્શન કરાવવાના રૂ. 12,000 લેતા હતા. પૂછપરછમાં ખબર પડી કે આરોપીઓ ઢોઢસરના એક મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ જોડાયેલા હતા. તેને પણ પકડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

આરોપીઓ કહેતા અબોર્શન કરાવી લો, પૈસા બે દિવસ પછી આપજો

– આરોપીઓ ગર્ભવતી મહિલાને તુરંત અબોર્શન કરાવી દેવાની સલાહ આપતા અને કહેતા કે, પૈસાની શું ઉતાવળ છે. તે તમે એક-બે દિવસ પછી આપજો. આ દરેક આરોપીઓમાં દસમું ધોરણ પાસ સુરેન્દ્ર ડોક્ટરનો રોલ કરતો હતો.

LEAVE A REPLY