દલીતકાંડ મામલો @ ઉના

0
232

Inanews National

Update : 28 April 2018

—-ગીર સોમનાથ જીલ્લા ના સમઢીયાળા ગામના દલીતપીડીત મામલો….

—ફરી એકવાર કહેવાતા ગૌરક્ષકો દ્રારા અપાઇ મારી નાખવાની ધમકી….

—પોલીસ દ્રારા દલીતપીડીત પરીવારને પોલીસ રક્ષણ આપ્યું, ફરીયાદ નોંધી….

ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકાના સમઢીયાળા ગામના દલીત પરીવાર પર કહેવાતા ગૌરક્ષકો દ્રારા જાહેર મા માર મારવાનો વીડીયો વાઇરલ થતા ઇન્ટરનેશનલ રાજકીય વલે મામલો પહોચ્યો હતો. ત્યારે ફરીએકવાર આ ગૌરક્ષકો દ્રારા આ પીડીત પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

-ગીર સોમનાથ જીલ્લા ના ઉના મા સાંજ ના સમયે ઉના ના દલિત કાંડ ના પીડિત અશોક ભાઈ સરવૈયા અને રમેશભાઈ સરવૈયા ઉપર કાણેક બરડા ગામના ગૌરક્ષક કિરણ ભાઈ દરબાર અને અન્ય અજાણ્યા શખ્સે લાકડા ના હાથા વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે અંગે ઉના પોલીસ માં ફરિયાદ થતા ગીર સોમનાથ જિલ્લા ના dy.s. p. Chavda સાહેબ દ્વારા તપાસ હાથ ધરેલ અને હુમલો કરનાર કાણેક બરડા ના દલિત કાંડ ના આરોપી કિરણભાઈ બાલુભાઈ દરબાર અને અન્ય શખ્સ ઉપર એટરોસિટી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે. હાલ બંને આરોપી ફરાર થયેલ છે.

બનેલ ઘટના ને લઈને દલિત કાંડ ના મુખ્ય પીડિત બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર ને મોટા સમઢીયાળા ગામ મૂકી ને સરકાર દ્વારા અન્ય શહેર માં રહેવા ની સગવડ પુરી કરવામાં આવે તેવી માંગ સાથે પોતાના કુટુંબ અહીં જોખમ હોય તેવું જણાવેલ.. આગામી તારીખ 29 એપ્રિલ ના રોજ સમગ્ર દલિત કાંડ પરિવાર તેમજ અન્ય 350 થી વધુ પરિવાર હિન્દૂ ધર્મ છોડી ને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા ના છે અને જેમાં અન્ય દલિત પરિવાર ને જોડાવા વિનંતી કરેલ હતી.

બાલુભાઇ સરવૈયા ( દલીતપીડીત, સમઢીયાળા)

રમેશ સરવૈયા ( દલીતપીડીત, સમઢીયાળા)

અશોક સરવૈયા ( દલીતપીડીત, સમઢીયાળા)

જગદીશ ચાવડા ( ડીવાયએસપી- ગીર સોમનાથ )

રિપોર્ટર ‌: અલ્પેશ ચૌહાણ (ગીર સોમનાથ )

LEAVE A REPLY