સોનાથી મઢવાની કામગીરી શરુ@ સોમનાથ

0
167

Inanews National

Update : 28 April 2018

—વિશ્ર્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ફરીથી સુવઁણથી ઝગમગશે….

—દિલ્લી થી જડબેસલાક બંદોબસ્ત સાથે 30 કિલો સોનુ સોમનાથ મા લખી પરીવાર દ્રારા અપાયુ…

— દિલ્હી ના કારીગરો દ્રારા કામગીરી શરુ કરાઇ, બેથી વધુ પીલરો ઝગમગાયા..

—-સોમનાથ મહાદેવ નો સુવઁણ યુગની ભારતવાસીઓ ની કલ્પના સાકાર થશે…

રાજ્યમાં અંબાજી બાદ હવે સોમનાથ મંદિર પણ સોનાથી ચમકવાની કામગીરી પુરજોશમા શરુ થઇ ચુકી છે. . સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક મંદિરના ૭૨ પિલર્સને સોનાનો ઢોળ ચઢાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની શરુઆતમાં એકસાથે દસ પિલર્સને સોનાનો ઢોળ ચઢાવાશે. તેના અનુસંધાને કારીગરો દ્વારા પિલર પર મઢવામાં આવતા સોનાના પતરા અને અન્ય સામગ્રી દિલ્હીથી સોમનાથ મંદિર પહોંચી ચૂક્યા છે. આ દસ પિલરને સોનાનો ઢોળ ચઢાવવા માટે અંદાજે ૩૦ કિલો જેટલું સોનું વાપરવાનું નકકી કરાયેલ છે.

-વિશ્ર્વ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવનો સુવઁણ યુગ પુન: જીવંત થઇ રહ્યો છે.મંદિરના શિખર ઉપરની ટોચ, ધ્વજદંડ,તેના ઉપરના ત્રીશુલ, ડમરુ, ગર્ભગૃહ અને તેના બે મુખ્ય દ્વાર પહેલાથી જ સોને મઢેલા છે. તે સિવાય મંદિરના શીખર પર રહેલા ત્રિશૂળ અને ડમરુ પણ સોનાથી મઢેલા છે. ત્યારે સોમનાથ ‘મંદિરને સોને મઢવાના કામનો કોન્ટ્રાક્ટ દિલ્હીના કારીગરોને આપવામાં આવ્યો છે. તેમણે પહેલા તાંબા પર આખી ડીઝાઇન તૈયાર કરી હતી અને હવે તેના આધારે સોનાનું રેડી-ટૂ-ઇન્સ્ટોલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરને સોને મઢવાના કાર્યમાં પ્રથમ તબક્કામાં પહેલા દસ પિલર્સને સોનાથી મઢવાની કામગીરી હાલમા શરુ કરી દેવામા આવેલ છે.

આ ઐતિહાસિક મંદિરના પિલરને સોનાથી મઢવાની પહેલા આ કારીગરોએ મંદિરના પિલરની ડીઝાઇનને પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી તાંબા પર બનાવવામાં આવી હતી. ત્યારબાદ તેમણે આ ડીઝાઇનની આબેહુબ પ્રતિકૃતિની કોપરની શિટ બનાવી તેના પર સોનાનું લેયર ચઢાવાયું હતું. હવે આ સમગ્ર સ્ટ્રક્ચરને પિલર પર મઢી દેવામાં આવશે. આ માટે દિલહીથી 30 કરોડનું સોનુ જડબેસલાક બંદોબસ્ત સાથે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ચુકયુ છે. અને હાલમા કારીગરો કામગીરી શરુ કરી દીધેલ છે.

બાઇટ 1.:- વિજયસિંહ ચાવડા (જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ)

વષઁ 2012 મા લખી પરીવાર દ્રારા સોમનાથ મંદિરમા સુવઁણ દાનની શરુઆત કરવામા આવી હતી ત્યારે 35 કિલો જેટલુ સોનુ આપીને ગભઁગૃહ નુ થાળુ, દિવાલો ને સુવઁણમંડીત કરાયા હતા ત્યારબાદ મંદિરના મુખ્ય દરવાજા ત્રીશુલ સહીત પણ સુવઁણમંડીત કરાયા છે. ત્યારે હાલમા ફરીએકવખત લખી પરીવાર દ્રારા જ 30 કિલો સોનુ આપવામા આવેલ છે તેના દ્રારા ગઁગૃહના આગળના 10 સ્તંભો સોનાથી મઢવાની કામગીરી હાલમા શરુ છે. તેમજ આ સિવાય પણ અન્ય ભાવીકો દ્રારા 7300 ગ્રામ સોનાનુ દાન મળેલ છે તેમાથી 6 કિલો સોનુ પ્રધાનમંત્રી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમા મુકવામા આવેલ છે .તેમજ સોમનાથ મંદિર ઉપર 1400 થી વધુ શિખરો આવેલ છે તેમને પણ સુવઁણમંડીત કરાશે તેમા પણ દાતાઓના સહકાર મળી રહ્યો છે.

-સોમનાથ મહાદેવ નો સુવઁણ યુગની ભારતવાસીઓ ની કલ્પના સાકાર થવાના પગરણ આગળ અને આગળ ધપી રહ્યા છે. પ્રાચીનયુગ મા ઇતિહાસ મા સોમનાથ મંદિર સુવઁણ નુ બનેલુ હતુ તેવી વાતો લખાઇ ચુકી છે. ભારતની અસ્મિતા ના પ્રતિકસમા સોમનાથ મહાદેવનો સુવઁણ યુગ ફરી વખત આવે એ દરેકનુ સ્વપ્ન હોય છે અને એ જ દિશામાં પવિત્ર ભાવના, શ્ર્ધ્ધા સાથે દાતાઓનો સહયોગ અને સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ મંદિર સંપૂર્ણ સોનાનુ થઇ જાય તેવા તબકકા વાર હાથધરાયેલા પ્રયાસોને સારો પ્રતિસાદમળ્યો છે…

Reporter : Alpesh Chauhan ( Got Somnath)

LEAVE A REPLY