ગિરસોમનાથ : સુવીધા ના નામે દુવીધા

0
204

Inanews National

Update : 30 April 2018

—-ગીર સોમનાથ જીલ્લા ની ઉના હોસિપટલ ફરી વિવાદના વંટોળ મા….

—ડોકટરોના અભાવે લાખો રુપીયા ની મશીનરી ધુળ ખાઇ રહી છે….

—સરકાર શીશુ મંગલની યોજના અંતર્ગત અહી સોનોગ્રાફી મશીનો ડોકટરોના અભાવે પડતર જોવા મળે છે…

—સ્થાનીક ધારાસભ્ય ના ઉપવાસ આંદોલન બાદ પણ સરકાર દ્રારા માત્ર હૈયાધારણા સીવાય બીજુ કઇ નહી…..

ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકાની 150 થી વધુ ગામડાને લાગુ પડતી રેફરલ સીવીલ હોસિપટલ ફરી એકવાર વિવાદમાં આવી છે …

ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકા ની એક માત્ર મોટી રેફરલ હોસ્પિટલ માં સુવિધા ને બદલે દુવિધા વધુ છે ડોક્ટરો ના અભાવે લાખો રૂપિયા ની મશીનરી ધૂળ ખાઈ રહી છે તો બીજી તરફ ગરીબ દર્દી ઓ ને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલ માં ધકા ખાવા પડી રહ્યા છે સોનોગ્રાફી ના અદ્યતન મશીન ધૂળ ખાઈ ને કટાઈ ગયા અને ગરીબ દર્દી ને પૈસા નો બોજ વધી રહ્યો છે જોઈએ રિયાલિટી ચેક રિપોર્ટ માં….

ગુજરાત ના પછાત ગણાતાં એવા ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકા માં પાયા ની સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તાલુકા ના એક પણ કેન્દ્ર માં સોનોગ્રાફી ની સુવિધા નથી જેને કારણે ગરીબ મહિલા ઓ ને ફરજીયાત બહાર પ્રાઇવેટ માં સોનોગ્રાફી કરવા મજબૂર બનવું પડે છે એક તરફ સરકાર શીશુ જનની સુરક્ષા ના નામે યોજના ચલાવે છે જેમાં સગર્ભા મહિલા ને પ્રેગ્નન્સી ની શરૂઆત ના તબકકા થી લઇ ને બાળક નો જન્મ થાય ત્યાં સુધી ની તમામ સુવિધા આપવામાં આવે છે પરંતુ ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકા માં સોનોગ્રાફી ની સુવિધા નથી અને ગરીબ મહિલાઓ પૈસા ના અભાવે તે કરાવતી નથી જેના કારણે સગર્ભા મહિલા અને બાળક બને ની જાન ખતરા માં રહે છે ઉના મેડિકલ ઓફિસર આ બાબતે કહે છે કે ઉના બ્લોક ઓફીસે પ્રાઇવેટ ડોક્ટર સાથે કરાર કરેલ અને તે માર્ચ માં પૂરો થઈ ગયો છે ત્યારે દર દર્દી દીઠ 390 રૂપિયા ચાર્જ અપાતો હતો હવે એટલા ભાવ માં કોઈ ડોક્ટર રાજી નથી તો સવાલ એ થાય છે કે આટલા રૂપિયા પ્રાઇવેટ ડોક્ટર ને આપવા કરતા ગાયનેક ડોક્ટર ઉના સરકારી હોસ્પિટલ ને આપવામાં આવે તો તમામ પ્રશ્નો નો નિકાલ આવી શકે એમ છે પરંતુ એના માટે ઈચ્છા શક્તિ ની જરૂર પડે છે જે અહીં ના કોઈ આગેવાન માં નથી .ગરીબ દર્દી આજે પ્રાઇવેટ સેન્ટર માં સોનોગ્રાફી કરવાની ફરજ પડે છે તો પછી આ શિશુ જનની યોજના નો કોઈ મતલબ જ નથી રહેતો. તો બીજી તરફ ઉના સરકારી માં રોજ 30 થી વધુ મહિલા બતાવા આવે છે અને રોજ 10 થી વધુ ડિલિવરી થાય છે તેમજ દર ગુરુવારે 150 થી વધુ સગર્ભા બતાવા આવે છે ત્યારે તેમા ની મોટા ભાગ ની મહિલા પૈસા ના અભાવે સોનોગ્રાફી કરાવ્યા વગર ઘરે ચાલી જાય છે

અફસાના બહેન (સ્થાનિક પેશન્ટ ઉના)

એક તરફ ગાયનેક ડોકટર નથી અને પ્રાઇવેટ ડોકટર દર ગુરુવારે આવે છે તે પણ તેના મનપસંદ સમયે ઘણી વાર સગર્ભા મહિલાઓને આખો દિવસ બેસે ત્યારે વારો આવે છે તો બીજી તરફ લાખો રૂપિયા નો બાળકો ના ડોકટર ને જરૂરી હોય એવો સામાન ધૂળ ખાઈ રહ્યો છે સ્થાનિક ધારાસભ્ય પૂંજાલાલ દ્વારા ડોકટરો ની ભરતી માટે આંદોલન કર્યું હતું અને 3 ડોકટર ની નિમણુંક થઈ હતી પરંતુ સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળકો ના ડોકટર ની આ હોસ્પિટલ ને ખાસ જરૂર છે .આમ પણ વિકાસ ની રાહ માં પછાત રહી ગયેલા આ તાલુકા ને એક સારી હોસ્પિટલ મળી છે પરંતુ ડોકટરો ના અભાવે મશીનરી ધૂળ ખાય છે અને ગરીબ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ ના તોતિંગ બિલ માં દબાઈ જાય છે અને સરકારી યોજના ઓ કાગળ માં મરણ પામે છે …..

નવલકુમાર મિશ્રા (મેડિકલ ઓફિસર ઉના)

31 માચઁ સુધી સોનોગ્રાફી ની કોન્ટ્રેક્ટ ચાલુ હતો જે હવે પુરો થઈ ગયો છે જે ફરીથી ટુંક સમયમા ચાલુ થઇ જશે .

કૈલાસ બેન ( સ્થાનિક પેશન્ટ ,ઝુડવડલી)

– સોનોગ્રાફી કરાવનાર ડોકટરો બહાર પ્રાઇવેટ હોસિપટલ ની ચીઠ્ઠી લખીને આપે છે તે ખૂબજ સામાન્ય લોકોને પોષાય તેમ હોતુ નથી અને ડોકટરો પણ ખૂબજ મોડા આવે છે…

– ત્યારે વાત કરવામા આવે તો ઉના હોસિપટલ મા ખુદ કોગી ધારાસભ્ય પુંજાભાઈ વંશ ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્રારા ઉના રેફરલ હોસિપટલ મા કાયમી ડોકટરોની નિમણૂંક અને સ્ટાફ વધારવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતુ પણ માત્ર સરકારે હૈયાધારણા જ આપી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે .અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે…

Reporter : Alpesh Chauhan (Gir somnath)

LEAVE A REPLY