જૂનાગઢના ભેંસાણમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ મંડવીયા

0
136

Inanews NationalUpdate : 1st May 2018

ભેંસાણ : આજે સુજલામ સુફલામ અંતર્ગત યોજના હેઠળ કામોના મુહૂર્ત કરતા કેન્દ્રિયમંત્રી મનસુખ મંડાવીયા.સુજલામ સુફલામ અંતર્ગત યોજના હેઠળ ભેંસાણ તાલુકાના 6 તળાવો લોક ભાગીદારીથી ઊંડા કરવા ખાતમુહૂર્ત કરાયા. આ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયા, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી વાસણ આહીર, સરપંચ ભુપત ભાયાણી તથા ગ્રામજનોની હાજરીમાં તળાવો ઊંડા કરવા ખાતમુહૂર્ત કરાયા.આ સમયે જે લોકોમાં હોવી જાગૃત આવી છે તે પ્રમાણે કહીએ તો ભેંસાણ ના રહીશ એવા અને જેમણે ખૂબ સરસ નિર્ણય લીધો અને તેમના ભાઈઓએ મળીને જે લોક ભાગીદારીથી તળાવો ઊંડા કરવાના છે તેમ નિલેશભાઈ સાવલિયાના દાદીમા 100 વર્ષની ઉંમરના જેમનું થોડા દિવસ પેલા નિધન થયું તેમની પાછળ જે ક્રિયા કરવામાં આવે છે તે સાદાઈથી કરવાનો તેમના પરિવાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને ક્રિયા પાછળ થતો ખર્ચ ભેંસણમાં જે 6 તળાવો ઊંડા થવાના છે તેમાં ખર્ચની રકમ આ ઊંડા કરવાના તળાવોમાં લોકભાગીદારી માં જમા કરાવશે.જો આમ જ લોકો સમજી અને ખોટા ખર્ચ ના કરે અને સારા કામમાં આ રકમ વપરાય તે માટે ભેંસાણ ના રહીશ એવા નીલેશભાઈ સાવલિયાએ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ ભેંસાણ સરપંચની પણ ખૂબસારી મહેનત રંગ લાવતી જણાય છે. સતત કાર્યશીલ રહી ગામના વિકાસના કામો ઝડપી બને તે માટે પ્રયત્નશીલ રહે છે.રિપોર્ટ બાય : મહેશ કાથિરિયા ભેંસાણ

LEAVE A REPLY