પંચાયતી રાજ ઉજવણી @ વણાકબારા

0
206

Inanews National

Update : 5th May 2018

પંચાયતી રાજ ઉજવણી @ વણાકબારા

—કેન્દ્ર શાશીત દીવ નજીક વણાકબારા ખાતે પંચાયતી રાજ ઉજવણી કાયઁક્મ યોજાયો…..

— વણાકબારા, બૂચરવાડા તથા ઝોલાવાડી ત્રણ પંચાયતો માં પંચાયતીરાજ દિવસ ની ઉજવણી કરવા માં આવી……

— શાળાના વિધાથીઁઓ ની વિવિધ સ્પધાઁ ઓ યોજી ઇનામો અપાયા…

દીવ જીલ્લા પંચાયત સી ઈ ઑ શ્રીમતી વંદના રાવ ના માર્ગદર્શન હેઠળ દીવ ની ત્રણ પંચાયતો માં પંચાયતીરાજ દિવસ ની ઉજવણી કરવા મા આવી હતી…

દીવ નજીક આવેલ વણાકબારા ગામ ખાતે વણાકબારા, બુચરવાડા તેમજ ઝાલાવડી પંચાયત ની પંચાયતી રાજ ઉજવણી કરવામા આવી હતી. જેમા દીવ પંચાયતો તથા ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેકશન યુનિટ દીવ ના સહયોગ થી દીવ ની વણાકબારા, બૂચરવાડા તથા ઝોલાવાડી પંચાયતો મા પંચાયતીરાજ દિન નિમિતે સ્વચ્છતા અભિયાન વિષય પર ચિત્ર સ્પર્ધા તથા પંચાયતીરાજ પર નિબંધ સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યુ . જેમા તમામ બાળકો એ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. પંચાયતો નાં સરપંચો તથા અગ્રણીઓ ના કરકમલો દ્રારા પ્રથમ , દ્વિતીય ને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહન આપવા માં આવ્યુ હતું. ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેકશન ના અધિકારી મૈત્રી ભટ્ટ દ્રારા બાળકો નું ભવિષ્ય ઉજ્જવળ અને તેજસ્વી બને તેવી શુભકામના તથા પોતાના ગામ મા સ્વચ્છતા જાળવવા માટે નું માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.

મૈત્રી ભટૃ( જીલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન અધિકારી- દીવ)

વણાકબારા ગ્રામ પંચાયત મા પંચાયતી રાજની ઉજવણી ના ભાગરુપે આ વિસ્તારની 3 ગ્રામ પંચાયત ની ઉજવણી કરાઇ હતી જેમા સરકારી શાળાના વિદ્યાર્થીઓ , આંગણવાડી ની બહેનો તથા સ્થાનીકો ઉપસ્થિતિ રહ્યા હતા. આ ઉજવણી થી બાળકોમાં એક નવી ઉજાઁ ઉત્પન્ન થાય છે માટે સરકાર દ્રારા દર વષેઁ આ ઉજવણી કરવામા આવે તેવુ ગામલોકો ઇચ્છી રહ્યા છે..

હીના ( વિદ્યાર્થીની વણાકબારા)

રાષ્ટ્રીય પંચાયતી રાજ ની ઉજવણી દરેક ગ્રામજનોની સમસ્યાઓનો નિકાલ કરે છે.ગામની અલગ અલગ સુવિધાઓ અને કાયોઁને ઉજાગર કરવાનુ કાર્ય કરે છે. ભારત એક લોકશાહી દેશ છે જેમા ગ્રામીણ ક્ષેત્ર મા પંચાયત જોવા મળે છે.જેમા સરકાર દ્રારા ઉજવણી કરાઇ હતી.

Reporter : Alpesh Chauhan

(Gir somnath)

LEAVE A REPLY