દોસ્તો, સીનેમાગૃહમાં તમારું પોતાનું ખાવાનું લઈને જતા કોઈ રોકી ન શકે, જાણો આ નિયમો…

0
362

Inanews National

Update : 17th May 2018

આજકાલ લોકો ઘરે ફિલ્મ જોવા ને બદલે સિનેમા કે મલ્ટીપ્લેક્સ માં જઈને ફિલ્મો જોવા નું પસંદ કરે છે. ફિલ્મોની ટીકીટ ના ભાવો ખુબ સસ્તા થઇ ગયા છે. પેટીએમ, બૂક માય શો જેવા પ્લેટ ફોર્મ ને લીધે સિનેમાગૃહ કરતા પણ સસ્તી ટીકીટો મળવા લાગી છે. તમારા ફેમીલી, મિત્રો ને લઈને તમે ફિલ્મ જોવા જાવ ત્યારે ચેકિંગ ના નામે તમે સાથે લઇ ગયેલ ચોકોલેટ, વેફર, પાણી લઇ લેવા માં આવે છે અને તમને સિનેમા ગૃહ ના સ્ટોર્સ માંથી મોંઘુદાટ પાણી નાસ્તો જમવાનું લેવું પડે છે. પરંતુ તમે આ નિયમ જાણતા હસો તો તમે પણ તમારું સાથે લઇ ગયેલ ખાવાનું, નાસ્તો પાણી સાથે લઇ જી શકશો. જાગૃતિ ફેલાવવાના હેતુ થી આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરવા વિનંતી.

દોસ્તો, સીનેમાગૃહમાં તમારું પોતાનું ખાવાનું લઈને જતા કોઈ રોકી ન શકે. જો રોકે તો આ દલીલો કરો ….
તાજેતરમાં મુંબઇ હાઇકોર્ટ દ્વારા પણ આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. તમારી રજુઆત આ પ્રમાણે હોઈ શકે…….

1)સરકારના કયા કાયદા અન્વયે તમે પ્રેક્ષકોને ખાવાનું સાથે લઈ જતા અટકાવો છો તેની માહિતી આપો.
(તમારો પોતાનો બનાવેલો નિયમ પાળવા અમે બંધાયેલા નથી જ.)

2) જો તમને સુરક્ષાનો ડર હોય તો મારો કોઈ પણ ડબ્બો કે ખાદ્ય પદાર્થો મેટલ ડિટેક્ટર કે સ્કેનરથી ચેક કરી શકો છો , એરપોર્ટ ઉપર પણ આમજ થાય છે .વિમાનમાં પણ તમે પોતાનું ખાવાનું લઈ જઈ શકો છો ,કોઈ ફ્લાઈટ તમને તેમનુ જ ખાવાનું ખાવા ફરજ પાડતી નથી.

3) જો તમને થિયેટર ગંદુ થવાનો ડર હોય તો તમારું ખાવાનું અંદર ખવાય છે તેનાથી ગંદુ નથી થતું ???

4) જો પ્રેક્ષકોના ખાદ્ય પદાર્થો માટે તંદુરસ્તીના કારણો સર વાંધો હોય તો તમારા જંક ફૂડ ગુણવત્તા યુક્ત છે તેનું પ્રમાણપત્ર આપો અને ખાતરી આપો કે એ ખાધા પછી અમે બીમાર નહીં પડીએ.

5) કાયદાની જોગવાઈ પ્રમાણે કહેવાતી રેસ્ટોરન્ટ કે કેન્ટીનનું , સિનેમા ગૃહનું , ફાયરનું , ટિકિટ વેચાણનું , ગુમાસતા ધારાનું વગેરે લાયસન્સ ખુલ્લામાં લોકો જોઈ શકે તે રીતે મુકવાનું ફરજીયાત છે તે બતાવો ( ગુજરાત સીનેમા રુલ્સ 2014ની કલમ 120 મુજબ)

(ફિલ્મમાં મનોરંજનની બાબત સાથે એટલુંજ મહત્વનું છે કે જો કોઈ આગ ,આકસ્મિક ઘટના બને તો તમે સરળ રીતે ભાગી શકવા જોઈ એ કે જેથી સીનેમાગૃહોના મનસ્વીપણાને લીધે આપણો જાન જોખમ માં ન આવે.દિલ્હી ઉપહાર સિનેમા અને મુંબઇ રેસ્ટોરન્ટ કાંડ માં નિર્દોષોએ જ જાન ગુમાવ્યા હતા)

6) તેઓ સીનેમાગૃહની અંદર તેમના ખાદ્યપદાર્થોનું વેચાણ કરે છે ,ઓર્ડર લે છે અને સર્વિસ પણ આપે છે જે કાયદાની જોગવાઈનો ભંગ છે , તેમના ફોટા પાડી લો, વિડિઓ ઉતારી લો (સિનેમા રુલ્સ ની કલમ 124) યાદ રાખો તેમના દ્વારા થતા વેચાણ ઉપર પ્રતિબંધ છે આપણુ ખાવાનું લઈ જવા પર નહીં.

7) જ્યારે તેઓ ચેકીંગ કરે છે ત્યારે તેમને તમારા શરીરને સ્પર્શ ન કરવા દો , સ્પર્શવાનો તેમને અધિકાર નથી -વ્યક્તિગત privacyનો એ ભંગ છે , કોઈ પણ એરપોર્ટ કે અન્ય જગાએ હાથ લગાડી ચેક કરવામા આવતા નથી મેટલ ડિટેક્ટર દ્વારા કરી શકાય છે .

8) પીવાનું પાણી મફત આપવાની જોગવાઈ છે ને એ મેળવવાનો પ્રેક્ષકોને હક છે .

કોઈ પણ સીનેમાગૃહ તેમના લાયસન્સની શરતોની કલમ 25 અન્વયે રાત્રે 12.30વાગ્યા ઉપર શૉ ચાલુ રાખી શકતું નથી.

9)સીનેમાગૃહ પ્રેક્ષકોને પોતાનું ખાવાનું લાવતા અટકાવી શકે એવો કોઈ નિયમ કોઈ કાયદામાં નથી તેથી જો તમને અટકાવે તો માત્ર ઉપરોક્ત દલીલો કરો , તેમ છતાં અટકાવે તો કાયદો જાતે હાથમાં લઈ બળજબરીથી પ્રવેશ લેવાનો પ્રયત્ન કરવાને બદલે 100 નંબર ડાયલ કરી પોલીસને બોલાવી તેમને જણાવો કે તમને સિનેમાગૃહ વાળા ખોટી રીતે રોકી રહ્યા છે અને આ બાબતનો વિડિઓ ઉતારી લો.

પોલીસ તમને મદદ કરશે જ આ અનુભવેલો અભિગમ છે અને તમે કાયદેસર પોતાનું ખાવાનું લઈને પ્રવેશ મેળવી શકશો.

LEAVE A REPLY