માંગરોલમાં ઉજાલા ગુજરાત

0
314

Inanews National

Update : 17th May 2018

માંગરોલમાં ઉજાલા ગુજરાત યોજનામાં છબરડા,બાળ મજૂરો પણ લેવાય છે કામમાં…

જૂનાગઢ જીલાના માંગરોળ તાલુકામાં ગુજરાત સરકારની ઉજાલા ગુજરાત યોજના અંતર્ગત એલ.ઇ.ડી. લેમ્પ ટ્યુબલાઈટ અને પંખા સરકારમાન્ય ભાવોમાં આપવામાં આવે છે તેમાં હાલ મોટા છબરડા દેખાઈ આવ્યા…મહિને માત્ર એક કે બે દિવસ જ ઉજાલા ગુજરાતના અધિકારીઓ ની હાજરી જોવા મળી રહી છે ,લોકો PGVCL ની અંડરમા ચાલતી ઉજાલા ગુજરાત યોજનાના લેમ્પ તો લઇ જાય છે પરંતુ લેમ્પ બહુજ થોડા સમયમાં ખરાબ થવાની ફરિયાદો આવે છે , ઉજાલા ગુજરાતના કોઈ અધિકારી આવતા ન હોવા થી લેમ્પ બદલવામા દર દર ની ઠોકરો ખાઈ રહયા છે લોકો…લોકો કહી રહ્યા છે કે મહિને એક થી બે વાર પણ નથી આવતા ઉજાલા ના અધિકારીઓ..જ્યારે આવે ત્યારે પન લેમ્પ કે અન્ય ચીજો નો પૂરો સ્ટોક નથી રહેતો જેથી લોકો ત્રાહિમામ થઈ જવા પામ્યા છે..

વધુમાં પબ્લિક રિપોર્ટર શ્રી જગદીશ યાદવ તરફ થી રૂબરૂ જાન્ચ પડતાલ કરતા ઉજાલામાં કામ કરતા બળ મજૂરને કેમેરામાં ઝડપી પાડ્યો હતો ,અહીં ચોંકાવનારો એક બીજો કિસ્સો બહાર આવ્યો, પંદર વરસના છોકરાને ઉજાલા ગુજરાતમાં બાળમજૂર તરીકે કામમાં લેવામાં આવી રહ્યો હતો,આ છોકરી બહારના રાજ્યનો માલુમ પડ્યો હતો,સરકારની ઉજાલા ગુજરાતની યોજનામાં મોટે પાયે છબરડા ચાલતાહોય તથા મોટા ભાગે બાલમજૂરો બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવું માનગરોલમાં બનેલા કિસ્સા થી માલુમ પડેછે ખરી હકીકત તો સંપૂર્ણ ઉજાલા ગુજરાત નીચે ચાલતા બધા કેન્દ્રોના છુપી રીતે સર્વે કરવામાં આવે તો ઉજાલા ગુજરાતના મોટા છબરડા છતાં થાય એમ છે…..

ગ્રાહક
બાળ મજૂર (ઉજાલા ગુજરાતમા કામ કરતો છોકરો)

બાય લાઈન :જગદીશ
યાદવ જૂનાગઢ

LEAVE A REPLY