સુરતઃ ઘરમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત, છેલ્લો મેસેજ કર્યો’તો મિત્રને

0
345

Inanews National

Update : 18th May 2018

સુરતઃ આ યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે, આપઘાત કરતા પેલા છેલ્લો મેસેજ પોતાના મિત્રને કર્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં એક યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પાંડેસરા વિસ્તારમાં એક યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગત રોજ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવેલા યુવાને છેલ્લો વોટ્સઅપ મેસેજ એક મિત્રને કર્યો હતો. જેમાં લખ્યું છે કે, આઈ લવ યુ દોસ્ત, છેલ્લીવાર કોલ કર્યો હતો. પણ ઉડાવ્યો નહીં. મારી મમ્મીનું ધ્યાન રાખજે. બાય દોસ્ત ગલતી-સલતી માફ કરજે.

આ યુવકના ઘરે કોઈ હાજર ના હોઈ આમ એકલતાનો લાભ લઈ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

પાંડેસરા વિસ્તારમાં આવેલી ભગવતી નગર સોસાયટીમાં અરૂણ ઉર્ફે ગોલ્ડન ગોપાલ ઠાકુર(ઉ.વ.23) પિતા સાથે રહેતો હતો. અને એમ્બ્રોઈડરી કારખાનામાં ડિઝાઈનર તરીકે કામ કરતો હતો. ગત રોજ પિતા મીલ પર કામે ગયા હતા. દરમિયાન એકલતાનો લાભ લઈ અરૂણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ અરૂણ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ આપઘાતના કારણ અંગે તપાસ કરી રહી છે. જોકે, હાલ આપઘાતનું કારણ અકબંધ છે.

આપઘાત પહેલાં માતા સહિત સગા સંબંધીઓને કર્યો હતો કોલ.

આપઘાત કરનાર અરૂણની માતા વતન બિહાર રહે છે. ગત રોજ અરૂણે માતા સહિત સગા સંબંધીઓને કોલ કર્યા હતા. અને જણાવ્યું હતું કે, મરે મારી નાખશે. મને મારે છે. રડતા રડતા કરેલા ફોનના કારણે માતાએ તેની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે, અરૂણના શરીર પર ઈજાના કોઈ નિશાન મળી આવ્યા નથી.

આપઘાત પહેલાં મિત્રને કર્યો હતો વોટ્સઅપ મેસેજ

આપઘાત કરનાર અરૂણની માતાએ જણાવ્યું હતું કે, દીકરાના રડતા-રડતા આવેલા ફોન બાદ તેના મિત્રને જાણ કરી હતી. ત્યારબાદ શોધખોળ કરતા તે ઘરમાંથી જ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે એક મિત્રને પણ અરૂણે વોટ્સઅપ મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું છે કે, આઈ લવ યુ દોસ્ત, છેલ્લીવાર કોલ કર્યો હતો. પણ ઉઠાવ્યો નહીં. મારી મમ્મીનું ધ્યાન રાખજે. બાય દોસ્ત ગલતી-સલતી માફ કરજે.

રિપોર્ટ બાય : ચેતના સાવલિયા સુરત

LEAVE A REPLY