દીકરાને તેના માતા-પિતાથી દૂર કરનારી પત્નીને પતિ આપી શકે છે ડિવોર્સ

0
143

Inanews National

Update : 22 May 2018

હિન્દુ સમાજની માન્યતાઓ પ્રમાણે, પુત્રનું કર્તવ્ય હોય છે કે તે તેના માતા-પિતાનું ધ્યાન રાખે.

પોતાના માતા-પિતા માટે દરેક બાળકની એક વિશેષ જવાબદારી હોય છે. આ જવાબદારી નિભાવતા પતિને પત્ની પણ રોકી શકતી નથી. જો કોઇ વ્યક્તિ પોતાના માતા-પિતાને ફોસલાવીને પ્રોપર્ટી પોતાના નામે કરી લે અને બાદમાં માતા-પિતાને ઘરમાંથી કાઢી મુકે તો માતા-પિતાને પોતાની પ્રોપર્ટી પાછી માંગવાનો સંપૂર્ણ અધિકાર છે.

પતિને પોતાના માતા-પિતાથી અલગ કરવાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે. કોર્ટએ કહ્યું હતું કે, જો કોઇ પત્ની, પતિને માતા-પિતા અને પરિવારથી અલગ કરવા પર મજબૂર કરે છે તો તેને ક્રૂરતા માનવામાં આવશે. એ પણ એટલા માટે કે તે પતિની ઇનકમથી એન્જોય કરવા માંગે છે. આ આધાર પર હિન્દુ પતિ, પત્નીને છૂટાછેડા આપી શકે છે.

માતા-પિતાની સાર-સંભાળ એ પુત્રનું કર્તવ્ય છે

– કોર્ટએ જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની માન્યતાઓ પ્રમાણે, પુત્રનું કર્તવ્ય હોય છે કે તે તેના માતા-પિતાનું ધ્યાન રાખે.

– ભારતમાં આજે પણ લોકો વેસ્ટર્ન કલ્ચરથી સહમત નથી, જેમાં છોકરો પુખ્ત થાય અને લગ્ન થયા બાદ પોતાના પરિવારથી અલગ રહેવા લાગે છે.

– હિન્દુ કાયદા પ્રમાણે કોઇપણ મહિલા, પતિને પોતાના માતા-પિતાની જવાબદારી નિભાવતા અટકાવી શકતી નથી.

– પત્ની આ આધાર પર પણ પતિને તેના પરિવારથી અલગ નથી કરી શકતી કે તેના પતિની સંપૂર્ણ ઇનકમનો ઉપયોગ તે નથી કરી શકતી. કોઇ પ્રબળ કારણ વગર પુત્રને માતા-પિતાથી અલગ કરી શકાય નહીં.

પ્રોપર્ટી પાછી મેળવવાનો પણ અધિકાર

– હાઇકોર્ટ એડવોકેટ (ઇન્દોર,એમપી) સંજય મેહરા જણાવે છેકે, વેટર્ન્સ પ્રોટેક્શન એક્ટ અનુસાર એ જોગવાઈ છેકે, જો કોઇ બાળક પોતાના મા-પિતાને ફોસલાવીને તેમની પ્રોપર્ટી પોતાના નામ પર કરી લે છે અને તેમને ઘરની બહાર કાઢી મુકે છે, તો મા-પિતાને પોતાની પ્રોપર્ટી પાછી મેળવવાનો અધિકાર છે. જેમા કલેક્ટરને પણ સત્તા આપવામાં આવી છે. પ્રોપર્ટી પરત મેળવવાનું કામ કલેક્ટર પાસેથી કરાવી શકાય છે.

– બીજી તરફ પત્નીને પતિના પૂર્વજોની સંપત્તિમાં ભાગ લેવાનો હક હોય છે. કોઇપણ પત્નીને રોકી શકાતી નથી. જો પતિએ કોઇ પ્રોપર્ટી ઊભી કરી છે પરંતુ તેની વસિયત બનાવવામાં આવી નથી અને કોઇ કારણસર પતિનું મૃત્યુ થઇ જાય છે, તો તેની સંપત્તિ તેના બાળકો અને પત્નીનો પણ એ પ્રોપર્ટી પર અધિકાર હોય છે.

– માતા-પિતા જો બાળકો પર ડિપેંડ છે તો છોકરો હોય કે છોકરી તેમને પોતાના પેરેન્ટના ભરણ-પોષણની વ્યવસ્થા કરી આપવી પડે છે. જેમા સીઆરપીસીની કલમ 125 લાગૂ પડે છે..

LEAVE A REPLY