કેશોદ નગરપાલિકા ના ભાજપા સદસ્યને ગેરલાયક ઠરાવતા કલેકટર…

0
254

Inanews NationalUpdate : 23rd May 2018કેશોદ નગરપાલિકા ના ભાજપા સદસ્યને ગેરલાયક ઠરાવતા કલેકટર…સુધરાઈ સદસ્ય દ્વારા શહેરમાં મોરમ નાખવાનું કામ રાખવું ભારે પડયું…

કેશોદ નગરપાલિકા ના વોર્ડ નંબર નવ ના ભાજપના સદસ્ય ધનજીભાઈ છગનભાઇ ચાવડાને સભ્યપદેથી ગેરલાયક ઠરાવતો હુકમ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.કેશોદ નગરપાલિકા ના કોગ્રેસ વિરોધ પક્ષ ના નેતા ભામાભાઈ સિંધલે ફરિયાદ કરી ભાજપના સદસ્ય દ્વારા સત્તા નો અંગત ઉપયોગ કરી શહેરીવિસ્તારમા મેટલ મોરમ નાખવાનું કામ રાખી કાયદાનું ભંગ કરતા સસ્પેન્ડ કરવા માગણી કરી હતી.જુનાગઢ જીલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટર અને ચિફ ઓફીસર ના તપાસ કરી અભિપ્રાય માગ્યા હતા. જેના આધારે ફરિયાદ માં તથ્ય જણાય આવતા બધા પક્ષકારો ને કારણદર્શક નોટિસ ફટકારી આધાર પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી. સંપૂર્ણ વિવાદ ના રજુઆત બાદ કલેક્ટર દ્વારા હુકમ કરી ભાજપના ચુટાયેલા સદસ્ય ધનજીભાઈ ચાવડા ને સભ્યપદેથી ગેરલાયક ઠરાવતા શહેરના રાજકારણ માં ગરમાવો આવી ગયો છે. કેશોદ નગરપાલિકા માં ભાજપના ત્રેવીસ સદસ્યો ચૂટાયા હતા આજથી એક ઘટીને બાવીસ થઈ ગયા છે. પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી ના થોડા દિવસો બાકી છે ત્યાં સભ્ય સસ્પેન્ડ થતાં વિરોધી છાવણીમાં ખૂશી વ્યાપી ગઈ છે. અનૂસુચિત જાતિના સદસ્ય ગેરલાયક ઠરતા ખાલી થયેલ બેઠક પર ફરીથી છ માસમાં પેટાચૂંટણી યોજાશે. હજુ એક મહિલા સદસ્ય પર પણ સત્તા નો ઉપયોગ કરવાનાં આરોપસર સસ્પેન્ડ થવાનું તોળાઈ રહ્યું છે. સતાધારી પક્ષના સદસ્યને બચાવવા માં નિષ્ફળ ગયેલા સતાધીશો આતરીક જુથવાદ નો ભોગ બન્યાનું ચર્ચાયછેભીમાભાઈ સિંધલ (વિરોધ પક્ષના નેતા ન. પા. કેશોદ)રિપોર્ટિંગ બાય : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY