કેશોદ તાલુકાના પ્રાંસલીમાં

0
228

Inanews National

Update : 29th May 2018

કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે કલાકાર અભિવાદન ઉત્સવ સદભાવના પર્વ લોક ડાયરો યોજાયો

બેન્જો માસ્ટર સાદીકમીર અકસ્માતે વિકલાંગ થતા તેમને સહયોગી બનવા ગાયક કલાકારો દ્વારા લોક ડાયરો યોજાયો

કેશોદમાં રહેતા બેન્જો માસ્ટર સાદીકભાઈ અલ્લારખાભાઈ પરમાર ઉર્ફે સાદીક જેમના સાથે બાવીસ વર્ષથી બેન્જોથી સંગત કરાવવામાં સાથ આપ્યો એવા હાજીભાઈ રમકડુંએ સાદીકભાઈ મીર પ્રત્યે સદભાવના દર્શાવવા અને તેમને સહયોગી બનવા માટે અન્ય ગાયક કલાકારોને જાણ કરતા ગાયક કલાકારોએ પણ સહયોગી બનવા તૈયારી બતાવી અને આઝાદ કલબ કેશોદની આગેવાનીમાં તેમજ અન્ય દાતાઓ તથા સમસ્ત પ્રાંસલી ગામ દ્વારા પ્રાંસલી મુકામે લોક ડાયરામાં પધમશ્રી ભીખુદાનભાઈ ગઢવી શ્રીઅભેસીંગ રાઠોડ શ્રીલલિતાબેન ઘોડાદ્રા શ્રીસુરેશભાઈ રાવળ શ્રીરાજાભાઈ ગઢવી શ્રી હાજીભાઈ રમકડું ગ્રૂપ ના સથવારે લોક ડાયરો યોજાયો હતો લોક ડાયરામાં થતી આવક બેન્જો માસ્ટર સાદીકભાઈ મીરને આપી આર્થિક સહયોગી બન્યા હતા

લોક ડાયરાને સફળ બનાવવા રાજકીય આગેવાનો હોદેદારો આમંત્રિત મહેમાનો તેમજ જુનાગઢથી શેરનાથબાપુ અમદાવાદથી ધનસુખનાથબાપુ સહીતના સંતો તથા આજુબાજુના વિસ્તારની જાહેર જનતા લોક ડાયરાનો લાભ લેવા અને બેન્જો માસ્ટર સાદીકભાઈ મીરને સહયોગી બનવા પધાર્યા હતા

સુરેશ રાવળ (ગાયક કલાકાર)

હર્ષદ લશ્કરી (સેક્રેટરી આઝાદ કલબ)

રિપોર્ટિંગ બાય : જગદીશ યદાવ. જુનાગઢ

LEAVE A REPLY