કેશોદમાં નવ નિયુક્ત શહેર કોંગ્રેસ

0
368

Inanews National

Update : 3rd Jun 2018

કેશોદમાં નવ નિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી થતા ફટાકડા ફોડી અભિનંદન પાઠવ્યા

કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સમીર પાંચાણીની વરણી થતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાયૅકરો દ્વારા ફટાકડા ફોડી અભિનંદન પાઠવ્યા

કેશોદ શહેરમાં રહેતાં સમીર પાંચાણી છેલ્લા પંદર વર્ષથી પણ વધારે સમયથી કોંગ્રેસ પક્ષના સક્રીય કાર્યકર તરીકે ફરજ બજાવે છે જેની કામગીરીની નોંધ લઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સુચનાથી સમીર પાંચાણીની કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા કેશોદના કોંગ્રેસના હોદ્દેદારો અને કાયૅકરો દ્વારા કેશોદના ચાર ચોકમાં ફટાકડા ફોડ નવ નિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી જય કોંગ્રેસના નારા લગાવ્યા હતા

નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે કેશોદના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી અને કેશોદમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલછે તેને ઉજાગર કરવા માટે લડત આપવા જણાવેલ હતું.

સમીર પાંચાણી (કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ)

રિપોર્ટ બાય : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY