ઉપલેટામાં શ્રી સ્વામિનારાયણ

0
342

Inanews National

Update : 8th May 2018

ઉપલેટામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બેન શ્રી વિલાસબેન દ્વારા પુરસોત્તમ માસ નિમિત્તે બ્રહ્મચોર્યાસી ભોજનનું આયોજન

તેમજ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોનું પણ બ્રહ્મચોર્યાસી સાથે પ્રસાદીનું આયોજન

ઉપલેટામાં જીરાપા પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મહિલા મંદિરના સહયોગી બેન શ્રી વિલાસબેન પુરસોત્તમ માસ નિમિત્તે ઉપલેટા તાલુકાના સમસ્ત બ્રહ્મસમ ચોર્યાસીનું ભોજનની સાથે સાથે સ્વામિનારાયણ મંદિરના સંતો સાંખ્યયોગી બેન શ્રી વિલાસબેન ને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા

તેમજ બ્રહ્મચોર્યાસી ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર તેમજ પાણિગ્રહણ નો કાર્યક્રમ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યો બ્રાહ્મણોએ પણ સાંખ્યયોગી બહેન શ્રી વિલાસ બેનને ખૂબ આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા સાથે-સાથે ઉપલેટા શહેરના હરિભક્તોએ પણ આ બ્રહ્મચોર્યાસી નો લાભ લીધો હતો સાથે ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો

બેન શ્રી વિલાસ બેનની છેલ્લા ૧૫ વર્ષથી દર પુરુષોત્તમ માસમાં બ્રહ્મચોર્યાસી કરે છે તેમજ હરિભક્તોને પણ ભોજન પ્રસાદનો લાભ આપે છે

સાંખ્યયોગી બેન શ્રી વિલાસબેન વર્ષમાં ત્રણ વખત હરિદ્વારમાં કથા તેમજ ફુલ આશ્રમનું હરિભક્તોને દર્શન કરાવવા માટે યાત્રામાં ઓછામાં ઓછા દરે વર્ષમાં ત્રણ વખત આવી સેવા કરે છે શંખ જોગી બેન વિલાસબેન ઉપર ઘનશ્યામ મહારાજની ખૂબ જ કૃપા અને આશીર્વાદ વર્ષે તેવા બ્રહ્મચોર્યાસી ના વિદ્વાન બ્રાહ્મણોને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા

આ બ્રહ્મચોર્યાસી સત્સંગમાં સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપલેટા મંદિરના સંત શ્રી ધર્મનંદન સ્વામી તેમજ ખીરસરા થી નારાયણ સ્વરૂપ સ્વામી તેમજ હરિપ્રકાશ
સ્વામી તેમજ ચીતલ સ્વામિનારાયણ મંદિરના સંત ઢોલેરા મંદિરના સંત ઉગલા વદર મંદિરના સંત આવા ઘણા બધા સંતો આ બ્રહ્મચોર્યાસી મા વચનામૃત આપ્યું હતું

તેમજ બ્રહ્મચોર્યાસી માં બ્રહ્મ સમાજના આગેવાનોને સ્વામિનારાયણ મંદિરના સંતોએ માથા ઉપર સાફા બાંધી અને પ્રમાણપત્ર આપ્યું હતું

આ બ્રહ્મચોર્યાસી પ્રસાદ સમારંભમાં બ્રાહ્મણો તેમજ હરિભક્તો આશરે 2200 માનવ જીવોએ એકીસાથે પ્રસાદ ભોજન લીધું હતુ

બ્યુરો ચીફ રીપોર્ટર રમેશભાઈ ડૅર
કેમેરામેન અરશીભાઇ આહિર સાથે રાજકોટ ઉપલેટા

LEAVE A REPLY