કેશોદ ખેડુત હિતરક્ષક સમિતિ

0
253

Inanews National

Update : 8th May 2018

કેશોદ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા સરકાર ની નીતિ સામે સરકાર ની નનામી કાઢે તે પહેલાં ખેડુત હિતરક્ષક સમિતિ ના કાયૅકરો ની પોલિસ અટકાયત કરાઇ હતી.

હિતરક્ષક સમિતિ અને કૌગેસ ના કાયૅકરો કેશોદ બંધ કરાવે અને સરકારની નનામી કાઢે તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત કરી પોલિસ સ્ટેશનમાં તમામ કાયૅકરો ને બેસાડી દીધા હતા . જો કે કેશોદ બંધ ની કોઈ અસર હાલ જોવા મળતી નથી કેશોદ ની તમામ બજાર ખુલી છે કોઈ અસર વેપાર ઘંઘા ને થઈ નથી.

કેશોદ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા સરકાર દ્વારા ખેડુતો ને થતાં અન્યાય અને ખેડૂતો ને દુઘ શાકભાજી તેમજ અન્ય ખેત ઉત્પાદન ના પુરતા પ્રમાણમાં ભાવ મળતાં આજે આ મુદાઓની લઈ કેશોદ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા કેશોદ બંધનું એલાન આપ્યું છે અને આ બંધ ના એલાનને વિવિધ વેપારીઓના સંગઠને ટેકો આપ્યો છે અને આ બંધના એલાનને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે તો બીજી તરફ ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા સરકાર ની ખેડુત વિરોધી નીતિઓની સ્મશાન યાત્રા કાઢવા નું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ માં કુલ 60 લોકો ની અટકાયત કરવા માં આવેલ હતી ત્યારબાદ તમામ ને મુક્ત કરી દેવામાં આવેલ હતા

બાઈટ :એમ .એ. વાળા .પી આઈ કેશોદ પોલીસ સ્ટેશન )

ભરત લાડાની
ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ કન્વીનર

રિપોર્ટિંગ બાય : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY