ઉપલેટા બ્રેકિંગ ન્યુઝ……

0
210

Inanews National

Update : 11th May 2018

ઉપલેટામાં રાજ્ય સરકાર દ્વારા પાંચ જૂનથી 11 જૂન સુધી પર્યાવરણ અભિયાન નો કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો

રાજ્ય સરકારના ૫ જૂનથી 11 જૂન સુધી વૃક્ષ બચાવો પ્લાસ્ટિક હટાવો નો કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આર.સી દવે તેમજ ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી દાનાભાઇ ચંદ્રવાડીયા તેમજ ઉપપ્રમુખ શ્રી ધવલભાઈ માકડીયા તેમજ ઉપ પ્રમુખ શ્રી રણુભા જાડેજા ઉપલેટા નગરપાલિકાના તમામ કર્મચારીઓ તેમજ કામદાર ભાઈઓ અને બહેનો તેમજ ઉપલેટાના વેપારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

રાજ્ય સરકારના પર્યાવરણના આ કાર્યક્રમની અંદર માં ઉપલેટાના વેપારીઓએ નગરપાલિકાના વહીવટને સાથ અને સહકાર આપી વેપારીઓએ ખાતરી આપી કે અમે આજથી પ્લાસ્ટિકના ઝબલાં કે પ્લાસ્ટિકની થેલીઓ વાપરશૂ નહીં ગ્રાહકોને આપશું નહીં

આ પર્યાવરણ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના જનતા બાગ ની અંદર માં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી દાનાભાઇ ચંદ્રવાડીયા તેમજ ચીફ ઓફિસર સાહેબ શ્રી આર.સી દવે તેમજ ઉપ પ્રમુખ શ્રી ધવલભાઇ માકડીયા તેમજ ઉપલેટા નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ઉપલેટા નગરપાલિકાના દરેક કર્મચારીઓ તેમજ કામદાર ભાઇઓ અને બહેનો હિજર રહી અને ઉપલેટાના જનતા બાગ ની અંદર માં વૃક્ષારોપણનો કાર્યક્રમ પર્યાવરણ માટે સફળ રહ્યો હતો

આ પર્યાવરણ કાર્યક્રમની અંદર માં રાજ્ય સરકાર શ્રીના ૫ જૂન થી ૧૧ જૂન સુધીના કાર્યક્રમમાં ઉપલેટાના અગ્રગણ્ય વેપારીઓ હાજરી આપી હતી

રાજ્ય સરકાર શ્રીના પર્યાવરણના વૃક્ષ બચાવો ને પ્લાસ્ટિક હટાવો કાર્યક્રમમાં ઉપલેટાના અગ્રગણ્ય વેપારીઓએ પ્લાસ્ટિક નહિ વાપરવા અને ખરાબને પ્લાસ્ટિક જબલા નહિ વાપરવા તેમજ ઘરાકને નહીં આપવા ખાતરી આપી હતી એવા ઉપલેટાના અગ્રગણ્ય વેપારીઓની ઉપલેટા નગરપાલિકાએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું

ત્યારબાદ પ્લાસ્ટિક હટાવો નો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા પાંચ જુન થી 11 જૂન સુધીના કાર્યક્રમને સાથ અને સહકાર આપી ઉપલેટાના ગાંધીચોકમાં આવેલી જાહેર શાકમાર્કેટમાં શાકભાજીના વેપારીઓ તેમજ ઉપલેટાના રાજમાર્ગ પર આવેલા અનાજ-કરિયાણાના છૂટક તથા જથ્થાબંધના વેપારીઓએ આજથી પ્લાસ્ટિકના ઝબલાં નહિ વાપરવા ખાતરી આપી હતી

અને આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી ના વરદહસ્તે શાકમાર્કેટ તેમજ અનાજ કરિયાણાની દુકાનોમાં કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વેપારીઓએ સાથ અને સહકાર આપી નગરપાલિકાના અવાજને વધુમાં વધુ બુલંદ કરવામાં સાથ અને સહકાર આપ્યો

સાથે-સાથે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી દવે સાહેબની આગેવાની નીચે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ પૂર્વ પ્રમુખ તેમજ દરેક વોર્ડના સભ્યો તેમજ ઉપલેટા નગરપાલિકાના તમામ કર્મચારીઓ તેમજ કામદાર ભાઈઓ અને બહેનો અને ગામના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહી અને એકી સાથે શપથ લીધા હતા કે આજથી અમે કચરો નહીં કરીએ અને નહીં કરવા દઈએ જ્યાંત્યા કચરો હશે તેને એકઠો કરી અને કચરાપેટીમાં નાખશુ એવા શપથ સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો

રાજકોટ જિલ્લા બ્યુરો ચીફ રીપોર્ટર

રમેશભાઈ ડેર

કેમેરામેન
અરશીભાઈ આહીર સાથે

રાજકોટ ઉપલેટા

LEAVE A REPLY