કેશોદ નગરપાલિકા

0
282

Inanews National

Update : 11th Jun 2018

કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી તા.૨૦મી જુને થશે…
સામાન્ય સ્ત્રી પ્રમુખ માટે ની પસંદગી કરી ભાજપા સતાના સુત્રો સંભાળશે….
કેશોદ:કેશોદ તાલુકા પંચાયત ના હોદેદારો ની અઢી વર્ષની મુદત પૂરી થતી હોય ત્યારે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ પ્રસિદ્ધ કરી નવા હોદ્દેદારો ની વરણી કરવા માટે મીટીંગ તા.૨૦/૬/૧૮ બુધવારે બપોરે ૧-૦૦ વાગ્યે તાલુકા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવી છે. કેશોદ તાલુકા પંચાયત માં કુલ ૧૭ સદસ્યો માં ભાજપના સદસ્યો ૬ ત્થા ૫ કોગ્રેસના ભળેલા અને ૧ અપક્ષ સદસ્ય મળી કુલ ૧૨ સદસ્યો સાથે સંપૂર્ણ બહુમતી ધરાવે છે. જયારે કોગ્રેસના ૬ સદસ્યો છે .તા.૧૯/૬/૧૮ ના રોજ બપોર સુધીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ના ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવશે. કેશોદ તાલુકા પંચાયત માં સામાન્ય ચૂંટણીમાં કોગ્રેસ ને બહુમતી મળી હતી પરંતુ આતરીક જુથબધી થી નારાજ પાચ સદસ્યો ભાજપમાં ભળી જતાં કોગ્રેસ શાશિત તાલુકા પંચાયત નો અંત આવ્યો હતો. કેશોદ તાલુકા પંચાયત માં કેશરીયો લહેરાવી ભાજપ સતા સંભાળી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરી પડતર પ્રશ્નો ઉકેલવા કામગીરી શરૂ કરશે તેવું કેશોદ તાલુકા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ ખીમાણંદ ધુસરે જણાવ્યું હતું.

Riport by

Jagdish Yadav Keshod

LEAVE A REPLY