કેશોદમાં વિદ્યાર્થીઓ સાથે સંસ્થાએ કરેલ વિશ્વાસ ઘાત પ્રકરણ આવ્યુ સામે.

0
179

Inanews National

Update : 14th Jun 2018

ખોટા પ્રમાણપત્રો આપી વિશ્વાસ ઘાત કરવા બદલ વિદ્યાર્થીઓએ કરી એએસપીને મૌખીક રજુઆત

કેશોદમાં ચાર વર્ષ પહેલાં પાયોનીયર ઈન્સ્ટીટયુટ નામની સંસ્થા શરૂ કરવામાં આવેલ હતી જેમાં અનેક વિદ્યાર્થીઓએ જુદાજુદા કોર્ષ કરેલ હતા જે તે સમયે વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેંન્ટ આપવાની ખાત્રી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાની સો ટકા ગેરંટી આપવામાં આવી નથી પણ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને સ્કોલર શીપ મળી નથી વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી લેવામાં આવેલ હતી વિદ્યાર્થીઓને માત્ર થોડી થીયરીકલ તાલીમ અપાઈ હતી પ્રેકટીકલ કરાવવામાં આવેલ જ ન હતુ જેથી વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો અનુભવ ન હોવાથી ક્યાય જોબ મળતો નથી તેમજ સંસ્થાએ આપેલ સર્ટીફિકેટ કોઈ જગ્યાએ માન્ય ગણવામાં આવતા નથી જે બાબતે સંસ્થા તરફથી વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત થયો હોવાથી ત્રીસથી વધુ વિદ્યાર્થીઓ કેશોદ પોલિસ સ્ટેશનમાં જઈ એએસપી સંજય ખરાતને મૌખિક રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓને લોભામણી લાલચ આપી વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે તે બાબતે વિદ્યાર્થીઓએ કેશોદની પાયોનીયર પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ સંસ્થા દ્વારા માનસીંગ સિસોદીયા જેન્તીભાઈ ધુળા તથા કેશોદ સાંગાણી હોસ્પિટલના ડો. અજય સાંગાણી સહીતના આ પ્રકરણમાં સંડોવાયેલ હોય તેઓ દ્વારા વિદ્યાર્થીઓના બગડેલા વર્ષ નુ વળતર કરેલ ખર્ચ તથા સ્કોલરશીપ આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવીછે

બાઇટ – સોંદરવા હર્ષા (નર્સિંગ કોર્ષ કરનાર)

બાઇટ – સમીના મુલા (એચએટી કોર્ષ કરનાર)

બાય લાઈન – જગદીશ યાદવ
જૂનાગઢ

LEAVE A REPLY