ઉપલેટા બ્રેકિંગ ન્યુઝ……..

0
292

Inanews NationalUpdate : 16th Jun 2018ઉપલેટામાં રમજાન ઈદ નિમિતે ઉપલેટા શહેરના તેમજ ઉપલેટા તાલુકાના દરેક ગામના મુસ્લિમ યુવાનોએ સ્નેહમિલનનું આયોજન રાખેલું જેમાં ઉપલેટા ધોરાજી મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ખાસ આપી હતી હાજરી

ઉપલેટામાં આજે રમજાન ઈદના પવિત્ર તહેવારે ઉપલેટાના પંચ હાટડી મા સવારે 9 30 કલાકે નમાજ પઢ્યા બાદ ઉપલેટાના પંચવટી વિસ્તારમાં આવેલા દાદી બાઈ હોલમાં મુસ્લિમ સમાજનો સ્નેહમિલન મળ્યું હોય ત્યારે ઉપલેટા ધોરાજી મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી લલિતભાઇ વસોયાએ સ્નેહમિલન માં હાજરી આપી અને તમામ મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી સાથોસાથ ઉપલેટાના પંચવટી વિસ્તારના છેલ્લા 15 વર્ષથી રહેલા અધૂરા કામ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ સાથે રહી કામો પુરા કરશે એવી લલિતભાઇ વસોયાએ ખાતરી આપી હતીઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી દાનાભાઇ ચંદ્રવાડીયા પૂર્વ ઉપ પ્રમુખશ્રી રણુભા જાડેજા તેમજ ઉપપ્રમુખ શ્રી ધવલભાઈ માકડીયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાખાભાઈ ડાંગર તેમજ ઉપલેટા વિસ્તારના જાણીતા પત્રકાર શ્રી કૃષ્ણ કાંતિભાઈ ચોટાઈ સ્નેહમિલનમાં હાજરી આપી ઉપલેટા તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતીરમઝાન ઈદ નિમિત્તે પંચવટી વિસ્તારમાં યોજાયેલ સ્નેહમિલન ઉપલેટા તાલુકાના જાણીતા મુસ્લિમ વેપારી તેમજ બિલ્ડરની દુનિયામાં જેનું આગવુ નામ અને દરેક સમાજના હિન્દુ સમાજ મુસ્લિમ સમાજના વડીલ એવા શ્રી હનીફભાઈ કોડી એ મુસ્લિમ ધર્મ ને આજે 1439 વર્ષ થયાં અને એ વખતથી અત્યાર સુધીના મુસ્લિમ સમાજની હકીકતો વડીલ શ્રી હનીફભાઇ કોડી એ મુસ્લિમ સમાજને જણાવ્યું હતું અને આગવું માર્ગદર્શન આપ્યું હતું સાથે મુસ્લિમ સમાજ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર માં ઉપલેટા ની અંદર માં જે હિંદુ-મુસ્લિમની એકતા છે એવી એકતા વિશ્વની અંદર માં જળવાઈ રહે એવી હનીફભાઇ કોડી એ સ્નેહમિલનમાં ખુદાને બંદગી કરી હતી સાથે રમજાન ઈદની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતીસાથે મુસ્લિમ સમાજના વેપારી અગ્રણી શ્રી રફિકભાઈ મુસાણી એ સ્નેહમિલનમાં હાજર રહી અને મુસ્લિમ સમાજના દરેક નાના-મોટા સર્વેને રમજાન ઈદની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ એકી સાથે મળી અને એક જ માતાપિતાના સંતાનો હોય સાથે મળી અને વેપાર-ધંધા કરે એવી શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતીઆ સ્નેહમિલનમાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાખાભાઈ ડાંગર એ હાજર રહી અને ઉપલેટા તાલુકાના તેમજ દરેક મુસ્લિમ ભાઈઓ અને બહેનોને રમજાન ઈદની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતીઆ સ્નેહમિલનમાં ઉપલેટાના પંચાયતની ચોકમાં આવેલા દાદી ભાઈ હોલમાં ઉપલેટા તેમજ આજુબાજુના ગામોમાંથી મુસ્લિમ બિરાદરો પધાર્યા હતા તેમજ બહેનોની પણ મોટી સંખ્યા માં હાજરી આપી હતીરાજકોટ જિલ્લા બ્યુરો ચીફ રીપોર્ટરરમેશભાઈ ડેરકેમેરામેનઅરશીભાઈ આહીર સાથે રાજકોટ ઉપલેટા

LEAVE A REPLY