ઉપલેટાના ભાદર નો પુલ ત્રણ મહિનામાં ધસી પડ્યો

0
274

Inanews National

Update : 15th July 2018

ઉપલેટા થી હાડફોડી તરફ જતો ભાદર નો પુલ મોસમના પહેલા વરસાદમાં ધસી પડ્યો

ઉપલેટાના 2018ની સાલ માં બનેલો ભાદર નો નવો પુલ મોસમના પહેલા વરસાદમાં ગબડી પડતા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ચકચાર મચી ગયો છે

આ ભાદર નો પુલ શરૂ થયો એના હજુ બે કે ત્રણ માસ થયા છે આ પુલ એક કરોડ 80 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે

આ ભાદરના પુલ ની અંદર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ ભાદરના ફૂલની ઉપર રોડની બન્ને સાઈડ ખૂબ જ ધસી પડી છે તેમજ રોડની મધ્યમાં રોડ બેસી ગયો અને નીચે ગાબડુ પડી જવાનું લોક ચર્ચા થઈ રહી છે તો આ તકે તંત્રને આ પુલ ઉપર ભારે વાહન અવરજવર માટે તાકીદે રાખે તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે આ ભાદર પુલ શરૂ થયો એના હજુ ત્રણ માસ પૂરા થયા ત્યારે આજે

બાજુમાં ગોંડલ સ્ટેટ એવા સર ભગવતસિંહજીએ બનાવેલો આજે એ પુલના 125 વર્ષ આજુબાજુ થવા આવ્યા હોય એ પુલનું બાંધકામ આજે સવાસો વર્ષ પછી પણ પુલની એક કાંકરી પણ ના હલી હોય ત્યારે આજે 2018માં બનાવેલો ભાદર નો નવો પુલ આખો ધસી પડે

અને માત્ર બે કે ત્રણ માસમાં બિસ્માર બની જાય ત્યારે આ દુઃખદ ઘટના કહેવાય અને ગ્રામ્ય લોકો માટે અને ગ્રામ્ય લોકો ઉપર આ પુલના કોન્ટ્રાક્ટરો તેમજ આ ભૂલ ના કામમાં ભ્રષ્ટાચાર કરતા લોકો ગામડાંની પ્રજા ઉપર મજાક કરતા હોય એવું લાગે બાઈટ—– ડાયાભાઈ ગજેરા

રીપોર્ટર :—-રમેશભાઈ ડેર ઉપલેટા

LEAVE A REPLY