જૂનાગઢમાં પ્રથમ વરસાદમાં જ રસ્તા થયા બિસમાર

0
338

Inanews National

Update : 25th July 2018

જૂનાગઢ શહેરમાં આવેલ જલારામ સોસાયટીમાં તંત્ર ની બેદરકારી ના લીધે ભોગ બનતા શહેરી જનો.

જલારામ સોસાયટી મા 3 મહિનાથી રોડ રસ્તા ની હાલત દયનીય થઈ છે.

તંત્ર ઘોર નિંદ્રામાં છે. રસ્તે નીકળતા રાહદારીઓ, શાળાએ જતા બાળકો તેમજ ત્યાંથી પસાર થતા વાહનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આમ રોજના હજારો માણસો ની અવર જવર થાય છે છતા તંત્ર તો ભર ઊંઘમાં જ છે. અવાર નવાર મહાનગર પાલિકામાં રજૂઆતો કરવા છતાં મહાનગર પાલિકા ના કોર્પોરેટેર નિલશ ધુલેશિયા ને પણ આ બાબતે ઘણી રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આ બાબતે કોર્પોરેટેર કે મહાનગર પાલિકા દ્વારા આંખ આડા કાન કરી જોઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં થતી યા તો તંત્ર ને કોઈ પડી નથી લોકોનું જે થવું હોય તે થાય આપણે ચૂપ રહી જોયા કારવાનું. ચૂંટણી આવશે ત્યારે જોયું જશે.

કેમેરામેન રાકેશ રાઠોડ સાથે

રિપોર્ટર : દિપક રૂપરેલીયા

LEAVE A REPLY