ભેંસાણમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર અને ખેડૂત સમાજ

0
264

Inanews National

Update : 05 Sept.18

ભેંસાણમાં હાર્દિક પટેલના સમર્થનમાં થાળી વેલણ વગાડાયા.

ભેસાણ હાર્દિક પટેલ ના સમર્થનમાં રાત્રે 8:30 વાગ્યે સરદાર ચોક થી ભુતનાથ મહાદેવ મંદિર સુધી થાળી ને વેલણ વગાળ તા વગાડતા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું પણ સરદાર ચોક ખાતે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જેને કારણે મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર અને ખેડૂત સમાજના ભાઈ બહેનો એ પોતાની માલિકીના ધાબા પર ચઢી થાળી વગાડતા સુત્રો ચાર કરી ગુજરાત સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે ભુતનાથ મહાદેવ મંદિરે 200 થી વધારે બહેનો એ વેલણ વગાળિ વિરોધ પ્રદર્શન કરીને સરકાર ને सदबुद्धि આવે તે માટે રામ ધુન નુ આયોજન કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટેર : મહેશ કથીરિયા ભેંસાણ

LEAVE A REPLY