સુરત : પિતાઓએ કન્યાદાન કર્યું હજારો લોકોએ ભાવસભર ભવ્ય વિદાય આપી.

0
149

INA NEWS

Update : 24 Dec 2018

સુરત : મહેશ સવાણી અને મોવલિયા પરિવાર દ્વારા 261 દીકરીઓના પિતા બની ને ભાવભીની વિદાય આપી.

ફરી એકવાર પટેલ સમાજને એમના ઉદ્યોગપતિ અને મોભી એવા શ્રી મહેશભાઈ સવાણીજી ઉપર ગર્વ છે, એક સાથે ૨૬૧ દીકરીઓના કન્યાદાન કર્યા.

પિતાઓએ કન્યાદાન કર્યું હજારો લોકોએ ભાવસભર ભવ્ય વિદાય આપી.

સુરતના સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવનાર પી.પી.સવાણી પરિવાર દ્વારા આયોજિત પિતાવિહોણી ૨૬૧ દીકરીઓનું કન્યાદાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સરકારના મંત્રીઓ, ધર્મગુરુઓ સહીત અનેક મહાનુભાવોએ એક લાગણીસભર કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. પી.પી.સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ૩ ખ્રિસ્તી, 6 મુસ્લિમ સહીત ૨૫૨ કન્યાઓને વિદાય આપવામાં આવી હતી.

પી.પી.સવાણી ગ્રૂપના ચેરમેન મહેશભાઇ સવાણીએ સ્વાગત પ્રવચન જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવી રહયું છે. વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઇઓને અભિનંદન પાઠવતાં ખોટા રીતિરીવાજો ને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. દરેક સમાજ આજે ભભકાદાર લગ્ન છોડી સમૂહ લગ્નમાં જોડાયો છે, જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ વર્ષે ૨૬૧ લાડકડી દીકરીઓ પૈકી ૬ મુસ્લિમ, ૩ ખ્રિસ્તીે દીકરીઓએ પણ એમની પરંપરાગત રીતીરિવાજ થી લગ્નગ્રંથિમાં જોડાયા હતા. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આ માત્ર લગ્નોત્સવ નથી આ એક ભગીરથ યજ્ઞોત્સવ છે. આ સામાજિક કાર્યરૂપી દૈવી આહુતિ છે. જે બાળાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેના આધાર થવાનો આ યજ્ઞ છે. મોવલીયા અને સવાણી પરિવાર આ કાર્ય માટે ધન્યવાદને પાત્ર છે. દીકરીઓ અંગે વાત કરતા પૂજ્ય ભાઈશ્રી એ જણાવ્યું હતું કે દરેક દીકરી પરિવારનું સન્માન જાળવે. માતા-પિતાએ દીકરીઓને સ્વતંત્રતા આપી નવી દિશા ચીંધે તેવુ આહ્વાન કર્યું હતું. સાસુ સસરા આ દીકરીઓને માતા-પિતા બનીને સાચવે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે વિશેષ હાજરી આપી કન્યાઓને આશીર્વાદ આપી ને સવાણી અને મોવલીયા પરિવારના આ સેવાકીય કાર્યને બિરદાવ્યો હતો. પોતાના વક્તવ્યમાં સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ, મહેશભાઈ અને બટુકભાઈ મોવલીયાનો આ કાર્ય કરવા બદલ ગુજરાતની જનતા વતી આભાર માન્યો હતો. મુખ્યમંત્રશ્રીએ જણાવ્યું હતું કે સવાણી પરિવારે જ્ઞાતિ, જાતી, સંપ્રદાય, ભાષા, પ્રાંતથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાની નવી દિશાના દર્શન કરાવ્યા છે. મુખ્યંમંત્રીશ્રીએ પિતા વિહોણી દિકરીઓને સુખી દામ્પેત્ય જીવનના શુભાશિષ પાઠવી લગ્ન પવિત્ર બંધન સાથે બે આત્માઓના મિલન સાથે કુટુંબીજનો માટેનો અનોખો અવસર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, વિશ્વમાં ભારતીય લગ્ન પરંપરા અનોખી ભારતીય સંસ્કૃતિ અને વ્યવસ્થાના કારણે ભવોભવ સુધી સાથે રહેવાના સંકલ્પને કારણે ભારતીય દંપતિ વિશ્વમાં શ્રેષ્ઠ છે.

મહેશભાઇ સવાણી અને મોવલીયા પરિવારે ન્યાબત-જાત, સંપ્રદાયને એકસાથે જોડીને દેશની અખંડીતતામાં નવી દિશાના દર્શન કરાવ્યાય છે. સંસ્કા રી અને સમૃધ્‍ધ, સામાજિક સંવેદના સાથે ચેતના સભર સદભાવનાના વાતાવરણનું નિર્માણ કર્યું છે, જે આજના આધુનિક સમયમાં દેશ માટે દિશાસૂચક હોવાનું મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતુ઼ં. પિતા વિહોણી દિકરીઓ માટે પિતાતુલ્યં ભૂમિકા ભજવી હજારો દીકરીઓના રંગે ચંગે લગ્ન કરાવીને સાસરે વળાવનાર પી.પી.સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા આયોજિત ૨૬૧ દીકરીઓનો જાજરમાન લાડકડી લગ્નોત્સપવમાં મુખ્ય્મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિેત રહી એચ.આઇ.વી.ગ્રસ્ત દીકરીઓનું કન્યાદાન કરી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.

આજના પ્રસંગે દીકરીઓએ મહેશભાઈ સવાણીને લખેલા પત્રોનું પુસ્તક “લાડકડી”નું વિમોચન મુખ્યમંત્રી, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જાણીતા લોકગાયિકા યોગિતા પટેલએ લિખિત સ્વરાંકન કરેલ અને ગયેલા ગીત “લાડકડી” નું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરીરીસ્ટ ફ્રન્ટના મનીંદરજીત સિંહ બીટ્ટા, આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રરસિંહ ચુડાસમા, મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, કેન્દ્રિ ય મંત્રીશ્રી પુરુષોત્તમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, પરમપૂજ્યમ જીગ્નેશ દાદા, છારોડી ગુરુકુળના શ્રી માધવ પ્રિયદાસજી સ્વાોમી સહીત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે લોકસેવા જનજન સુધી પહોંચે તેવા આશયથી પી.પી.સવાણી પરિવાર દ્વારા તમામ સમાજો એક પ્લેસટફોર્મ ઉપર આવે અને માહિતી એક સ્થસળે મળી રહે તેવા આશયથી વેબસાઇટ www.socialway.org નું લોન્ચિંગ પાંચ દીકરીઓના હસ્તેમ કરાયું હતું.

આજના પ્રસંગે 35 જેટલા દંપતીને તાત્કાલિક લગ્ન મંડપમાં જ લગ્ન નોંધણી કરીને નવ દંપતીને સરકારી તંત્રએ લગ્ન નોંધણી પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.આજે પરણેલા દરેક દંપતીમાં વર-કન્યા બંનેના પ્રધાનમંત્રી બીમા યોજના હેઠળ ૨ લાખ રૂપિયાના અકસ્માત વીમા ઉતરવામાં આવ્યા છે.

તંત્રી સ્થાનેથી કૈશિક પટેલ

LEAVE A REPLY