જુનાગઢ : જુનિયર સ્પોર્ટ્સ ઉત્સવ જૂનાગઢ 30 ડિસેમ્બર 2018

0
235

INA NEWS

Update : 30 Dec 2018

જૂનાગઢ : જુનિયર સ્પોર્ટ્સ ઉત્સવ 2018 ગુજરાત સ્પોર્ટ્સ, લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ અને હોલીડે એડવેન્ચર દ્વારા આયોજિત.

જુનિયર સ્પોર્ટ્સ ઉત્સવ 2018 અંતર્ગત સાયકલિંગ, દોડ અને સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ.

આ ત્રણેય ઇવેન્ટમાં 11 અંડર, 14 અંડર અને 17 અંડર વચ્ચે યોજવામાં આવી હતી.

જેમાં બાળકો સાથે વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સ્પર્ધા સવારે 7 કલાકે શરૂ કરવામાં આવી હતી એક પછી એક સ્પર્ધા 11 વાગે પૂર્ણ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં વિજેતા બાળકો ને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય બાળકો ને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતમાં નાના ભૂલકાઓ એ પોતાના કરતબો રજુ કર્યા હતા.

રીપોર્ટર : ચિરાગ રાજગોર જૂનાગઢ

LEAVE A REPLY