અનામત આંદોલન ના પાસ કન્વીનર અલ્પેશ કાથીરીયાના જામીન રદ

0
264

INA NEWS

Update : 16 JAN 2019

અનામત આંદોલનમાં સંકળાયેલા મોટા ભાગના પાસ કન્વીનરો પર પોલીસ સ્ટેશનમાં કેસો ચાલી રહ્યા છે. તો ત્યાં જ કેટલાક લોકો પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. તેમાના એક પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર પણ રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.

જે અંતર્ગત તેઓ જેલમાં બંધ હતા. સુરત રાજદ્રોહ કેસ મામલે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનાં જામીન મંજૂર કરાયાં હતા. પણ હવે તેઓના જામીન રદ કરાયા છે.

રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયાના જામીન રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે સુરત પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી. જેથી સુરત કોર્ટે અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા છે.

તાજેતરમાં અલ્પેશને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા. આ બાબત પર અલ્પેશના વકીલે જણાવ્યું છે કે અમે હાઈકોર્ટમાં આ નિર્ણયને ચેલેન્જ કરીશુ. ઉલ્લેખનિય છે કે અમરોલી પોલીસ મથકે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. થોડા સમય પહેલા અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં અલ્પેશને જેલમુકત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે અલ્પેશના જામીન મંજૂર કર્યા હતા.

સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી.

અલ્પેશને ત્યારથી જેલમુક્તી મળી હતી, પરંતુ જેલમુક્તીથી અત્યાર સુધીમાં તેની સામે 6 જેટલા કેસ નોંધાયા છે. સાથે અલ્પેશને સુરત પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પોલીસે તેના રાજદ્રોહ કેસના જામીન રદ કરવાની અરજી કરી હતી.

LEAVE A REPLY