ગાંધીનગર : વાઇબ્રન્ટમાં ફરી વાયદાનો વેપાર 4.25 લાખ કરોડના વાયદાઓ

0
265

INA NEWS

UPDATE : 19 Jan 2019

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશના જુદા જુદા ઉદ્યોગકારોએ મળીને રૂપિયા 4.25 લાખ કરોડના મૂડી રોકાણો ની જાહેરાત કરી.

આગામી 5 થી 10 વર્ષમાં તેઓ આ મૂડી રોકાણ ગુજરાતમાં કરવાના હોવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ઉદ્યોગના માંધાતાઓએ રૂપિયા 3.80 લાખ કરોડના રોકાણ ની જાહેરાત કરી તે ઉપરાંત ચીનની કંપની ટીન્સાન ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન શાંગોએ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજયનમાં રૂપિયા 21000 કરોડનું મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ જ રીતે બંદર વિકાસ માટે સેમિનારમાં રૂપિયા 36,128 કરોડના એમ. ઓ. યુ. થયા હતા. ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવા માટે યુપીયા 150 કરોડનું નવુ રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

FDI ને આકર્ષવા માટે ભારત સૌથી વધુ ઓપન કન્ટ્રી બન્યું.

મુકેશ અંબાણી 3 લાખ કરોડનું રોકાણ કરશે.

અદાણી 5 વર્ષમાં 55000 કરોડનું રોકાણ કરશે.

ટોરેન્ટ 10000 કરોડનું રોકાણ કરશે.

આદિત્ય બિરલા 15000 કરોડનું રોકાણ કરશે.

સુઝુકી ત્રીજા પ્લાન્ટની સ્થાપના કરશે.

દેશવિદેશના પ્રતિનિધિઓ અને ભારતના ઉદ્યોગકારો એ કરેલી જાહેરાતો ને આવકારતા પ્રધાન મંત્રીએ દેશને અને દેશના વહીવટી તંત્રની નવો મંત્ર આપતા જણાવ્યું હતું કે રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ એન્ડ ફર્ધર પરફોર્મ નો મંત્ર આપ્યો હતો.

રીપોર્ટર : જુહી શર્મા

LEAVE A REPLY