વિસાવદર ના પિયાવા (ગીર)ગામે પટેલ મહિલા નો પોતાના બે સંતાન સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો બનાવ

0
132

INA NEWS

Update : 10 Feb 2019

વિસાવદર ના પિયાવા (ગીર)ગામે પટેલ મહિલા નો પોતાના બે સંતાન સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો બનાવ જેમાં અરુણા બેન હરસુખભાઈ સાવલિયા ઉ.વર્ષ 35 .રાશિબેન હરસુખભાઈ સાવલિયા ઉ.વર્ષ 5.

લક્ષકુમાર હરસુખભાઈ સાવલિયા ઉ.વર્ષ.4 જેમાં લક્ષકુમાર ને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવીયો હતો જયારે માતા અરુણાબેન અને પુત્રી રાશિ ની હાલત અતિ ગંભીર જણાતાં 108 માં જૂનાગઢ સારવાર માં ખસેડવામાં આવિયા હતા જ્યાં બંને ના પણ મોત થયા હતા આ બનાવ થી નાના ગામ માં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી વધુ માં જાણવાં મળતી

માહિતી મુજબ હરસુખભાઈ પોતા ના પરિવાર સાથે ગામ માં રહે રહે છે અને ખેતી કામ સાથે હિરા ના કારખાના માં પણ કામ કરતા નું જાણવા મળેલું હતું જયારે વિસાવદર માં આઠ દિવસ ના સમય માં સામૂહિક આપઘાત નો બીજો બનાવ નોંધાયો છે જયારે ગત તારીખ 3/2/ 19 ના રોજ વિસાવદર ના જેતલવડ ગામે ગઢવી મહિલા એ તેના ચાર સંતાનો સાથે કૂવામાં જમ્પ લાવી આપઘાત કરીયો હતો જેમ માતા તેમજ ત્રણ સંતાન ના મોત થયા હતા તેમજ પિયાવા ગામ માં મહિના પહેલા બે બહેનો દ્વારા વાડી એ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી આવા બનાવ થી નાના એવા પીયાવા ગામ માં શોક છવાય ગયો હતો

રિપોર્ટર
મેહબુબમીયા એચ કાદરી
વિસાવદર

LEAVE A REPLY