વિસાવદર ના નાની મોણપરી ગામે વાડી માં આધેડ ની હત્યા કરેલ લાશ મળતા તપાસ નો ધમ-ધમાટ.

0
346

INA NEWS

Update : 24 Feb 2019

વિસાવદર ના નાની મોણપરી ગામે વાડી માં આધેડ ની હત્યા કરેલ લાશ મળતા તપાસ નો ધમ-ધમાટ
વિસાવદર ના નાની મોણપરી થી ખીજડિયા રસ્તે વાડીમાં એક આધેડ ની હત્યા કરેલ લાશ પડી હોવાની માહિતી વિસાવદર પોલીસ ને મળતા વિસાવદર પી.એસ.આઈ રાઠોડ તેમજ સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં આ લાશ નાની મોણપરી ગામ ના મનસુખભાઇ સવજીભાઈ રાખોલિયા ની વાડી નાની મોણપરી થી ખીજડિયા જતા રસ્તે આવેલ છે જે વાડી એ મનસુખભાઇ એ ઘઉં નું વાવેતર કરેલ હોઈ જેમ પાણી નો વારો રાત્રે હોઈ તે વાડી એ પાણી વાળવા ગયેલા હતા જયારે તેની બીજા દિવસે તેનાજ ખેતરમાં આવેલી ઓરડી માં ખૂંન થી લથબથ હાલત માં લાશ મળી આવી હતી જેની જાણ થતાં નાના એવા ગામ માં ભારે અરેરાટી
ફેલાઈ ગઈ હતી

આ બનવાની વિગતો પ્રમાણે મનસુખભાઇ રાખોલિયા ની વાડી નાની મોણપરી-ખીજડિયા રોડ પર આવેલ છે જયારે ખેતર માં રાત્રે લાઈટ નો વારો હોય મનસુખભાઇ પાણી વાળવા માટે ગયા હતા જયારે તે નોફોન સવારે ના લાગતા તેના પિતા સવજીભાઈ વાડી એ ગયેલા હતા જયારે વાડી એ કાંઈક અજુગતું થયા નું માલુમ પડતા તેને વાડી મા આવેલી ઓરડીમાં નજર કરતા તેના પુત્ર મનસુખભાઇ નો લોહીથી લથબથ હાલત માં મૃતદેહ પડીયો હતો જે જોતા એ આઘાત માં ગરકાવ થઈ ગયા હતા ત્યારે બાદ તેણે આ બનાવ ની જાણ ગામ ના સરપંચ ને કરતા તેને વિસાવદર પોલીસ ને જાણ કરી હતી.

હત્યા ની ગંભીરતા ને ધ્યાને રાખીને ખુદ જૂનાગઢ એસ. પી.સૌરભસિંહ તેમજ ડી.વાય.એસ.પી.રાણા તેમજ ડોગ સ્કોડ.એફ.એસ.એલ સહિત ની ટિમો ને તપાસમાં લગાડી દીધી હતી અને મરનાર ના કોલ ડિટેલ મેળવી કોને કોને કોલ કરવામાં આવિયા છે તેમજ તેનો ગુમ થયેલ ફોન અને ખૂન કરવામાં વાપરવામ આવેલ હથિયાર મેળવવા માટે તપાસ ચલાવી રહુયા છે જયારે હત્યા નું સાચું કારણ જાણવા મળેલું નથી

રાખોલીયા પરીવાર જનો

રીપોટર
મેહબુબમીયા એમ કાદરી

LEAVE A REPLY