વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવ્ય ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન

0
338

INA NEWS

Update : 03 March 2019

વડાપ્રધાન મોદીનાં વરદ હસ્તે જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામનું મહાભૂમિ પૂજન.

મુખ્યમંત્રી રૂપાણી, દંતલી આશ્રમ, પેટલાદનાં સંત શ્રી સચ્ચિદાનંદજી મહારાજ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ સહિતનાં મહાનુભાવો હાજર રહેશે.

અમદાવાદ તારીખ 2 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વની આઠ અજાયબી સમાન જગતજનની માં ઉમિયા વિશ્વનાં સૌથી મોટા અને ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનાં ભાગરૂપે અમદાવાદનાં એસ.જી.હાઈવે ઉપર વૈષ્ણદેવી સર્કલથી અંદર જાસપુર ગામ ખાતે આગામી તારીખ 4 થી માર્ચે મહાશિવરા્રત્રીના પવિત્ર દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનનાં હસ્તે થનારા આ મહાભૂમિ પૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દંતાલી આશ્રમ, પેટલાડના સંત સચ્ચિદાનંદજી મહારાજ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ સહિતનાં અનેક મહાનુભાવો હાજર રહેશે. આશરે રૂ. એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે માં ઉમિયાના 100 મીટર ઊંચા અને ભવ્યાતિભવ્ય મંદિર સહિત વૈશ્વિક અજાયબી સમાન વિશ્વ ઉમિયાધામ સંકુલ 30 લાખ ચોરસફૂટ વિસ્તારમાં નિર્માણ પામશે, જે આગામી પાંચથી દસ વર્ષમાં પૂર્ણ થશે. માં ઉમિયા મંદિર માટે વડાપ્રધાનના હસ્તે મહાભૂમિ પૂજનના કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુ ભક્તો ખાસ ભાગ લેવા આવવાના છે. કરણ કે એ દિવસે સમગ્ર દિવસ દરમ્યાન માં ઉમિયાની મગપુજા , આરતી સહિતનાં અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી. કે. પટેલ અને સંયોજક આર. પી. પટેલ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈષ્ણદેવી સર્કલ પાસે 30 લાખ ચોરસ ફૂટ કરતા વધુ વિસ્તારમાં વૈશ્વિક પાટીદાર હબ બનાવવામાં આવશે. જેમાં માં ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર, ઉમિયાધામનું સંકુલ જેમાં વિવિધ શૈક્ષણિક, વ્યવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને સાચા અર્થમાં ચીરતાર્થ કરી શકાય તે હેતુથી અન્ય સંકુલો અને એકમો ઉભા કરાશે. 100 મીટરથી માં ઉમિયાનાં ભવ્ય આર્કિટેક્ચર મંદિર માટે 41 ફૂટ માં ઉમિયાની મૂર્તિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જ્યારે 52 ફૂટ માં ઉમિયાનું ત્રિશુળ તૈયાર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 4 માર્ચે મહાભૂમિ પૂજનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને દેશ વિદશન મહાનુભાવો અને લાખો શ્રદ્ધાળુઓ આવનારા હોઈ માટે ટ્રાફિકને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના મુખ્ય સંયોજક સી. કે. પટેલ અને સંયોજક આર. પી. પટેલે ઉમેર્યું હતું કે એક હજાર કરોડના આ વૈશ્વિક આ પ્રોનેક્ટ ને સમાનના 392 થી વધુ દાતાઓ દ્વારા અત્યાર સુધીમાં 360 કરોડનું દાન આપી દેવાયું છે. જેમાં મુંબઈના નંદાસ પરિવારના નારણકાકા અને મંગળકાકાએ રૂ 51 કારોડનું અનુદાન આપ્યું છે. પાટીદાર સમાજ સિવાય કોઈપણ દાતા આ ભવ્ય પવિત્ર કાર્યમાં યથા શક્તિ યોગદાન આપવા ઇચ્છતા હોય તો તે પણ આવકાર્ય છે. દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવશે.

LEAVE A REPLY