સરાહનિય પ્રવૃતી : રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન – ગુજરાત

0
230

સુરત, જુનાગઢ, રાજકોટ અને ગાંધીનગર જીલ્લા ન્યુઝ.

રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન પરિવાર

ગુજરાત ના સર્વ ટ્રષ્ટો, સામાજીક સંસ્થાઓ દાતાશ્રીઓ તથા ફાઉન્ડેશનો માં  જુનાગઢ અને સમગ્ર ગુજરાત રાજય માં કાર્યરત એક એવુ પારીવારીક ભાવનાઓ સાથે જોડાયેલુ નામ “ રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન – ગુજરાત “  કે જેમા હજારો પરિવારો મિત્રભાવ અને પારિવારીક ભાવથી જોડાયેલા છે.

આ સંસ્થા કોઇપણ જ્ઞાતી, જાતી, કે ધર્મ ના ભેદભાવ જોયા વિના માનવતા મહેકાવવા  લગ્ન સહાય ના માર્ગે તમામ દીકરા-દીકરીઓ કે જેમના લગ્ન ના દિવસે રુપિયા એક લાખ (રૂI. ૧,૦૦,૦૦૦/-)   ની લગ્ન સહાય નો ચેક ચાંદલા ના રુપે લગ્નના દિવસે જ મંડપ વચ્ચે અર્પણ કરે છે અને  તા.૨૦ /૦૩/૨૦૨૦  ના દિવસ સુધી મા ચુમાલીસ (૪૪)  દીકરા-દીકરીઓ ને  એક-એક લાખ ના ચેક આર્પણ કરી ચુક્યુ છે.

સંસ્થા ના ચેરમેન માન. શ્રી હરેશભાઈ ડોબરિયા ના એક અહેવાલ માં જણાવ્યા પ્રમાણે રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન બે હજાર પરિવાર નુ ગૃપ બનાવી ચુક્યુ છે અને તેનો એકજ ધ્યેય છે  આ તમામ પરિવારો જેઓ તેમની સાથે જડાયેલા છે તેઓ અને જે જોડાવા માંગે છે તેઓ ના ધરે લગ્ન ના દિવસે એક લાખ રુપિયા નો ચેક પહોંચાડી શકાય.

આ માટે માન. શ્રી હરેશભાઈ ડોબરિયા દ્વારા સંસ્થા ની લગ્ન સહાય યોજનાનો લાભ દરેક જરૂરિયાત ધરાવતા કુટુંબો મેળવી શકે એ માટે જુનાગઢ, રાજકોટ, ગાંધીનગર અને સુરત જેવા શહેરો માં ઓફિસ પણ ચાલુ કરી દેવામાં આવી છે, આ ઉપરાંત ચેરમેનશ્રી તમામ સમાજ ના લોકો ને ગુજરાત ના દરેક જિલ્લા ના દરેક ગામ સુધી લાભાર્થીઑ લાભ લઈ શકે એ માટે દરેક જિલ્લા માં રિયલ ફ્રેન્ડ્સ ફાઉંડેશન પરિવાર દ્વારા રિયલ ફ્રેન્ડ્સ ફાઉંડેશન સેવા કેન્દ્ર લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

LEAVE A REPLY