ગુજરાત : રાજ્યપાલને ઈ-મેલ દ્વારા માસ પ્રમોશન આપવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

0
165

INA NEWS

Update : 29 March 2020

Time : 06 : 00 PM

સતત વિદ્યાર્થી ઓ માટે કાર્યશિલ એવી‌ સરદાર પટેલ વિધાર્થી પરિષદ આજે ગુજરાતની તમામ યુનિવર્સિટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વ્હારે આવી છે. ભારત દેશ જ્યારે કોરોના (COVID-19) જેવા મહાભયંકર વાઈરસ‌ સામે પોતાના ઘરમા રહી ને લડત આપી રહ્યો છે ત્યારે સરદાર પટેલ વિધાર્થી પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વત્સલભાઈ કાપડીયા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી મિતભાઈ માંડવિયા એ ગુજરાતની તમામ યુનિવર્સિટી હેઠળ અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થીઓ માટે ચિન્તા વ્યકત કરતા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રત સાહેબને ઈ-મેલ મારફત આવેદન પત્ર ફાળવ્યુ છે.

આ બાબતે વિશેષમા, ભારતના આદરણીય પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય મા જ્યારે તારીખ : ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે રાજ્યના પ્રાથમિક શૈક્ષણિક કાર્યમા વિધ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામા આવી છે આ અનુ સંધાને ગુજરાતની ભક્ત કવિ નરસિહ મહેતા યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એમ. એસ. યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી, તથા તમામ ડિમ્ડ યુનિવર્સિટી હેઠળ અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ ને આ વાઈરસની મહામારી વચ્ચે માસ‌ પ્રમોશન આપવાની માગ સરદાર પટેલ વિધ્યાર્થી પરિષદના રાષટ્રીય અધ્યક્ષ માન. શ્રી વત્સલભાઈ કાપડીયા દ્વારા રાજયના રાજ્યપાલ પાસે‌ કરવામા આવી છે.

LEAVE A REPLY