ગુજરાત : કોરોના સામે જંગ જીતતું ગુજરાત.

0
160

INA NEWS
Update : 31 March 2020

Time : 09 : 30 AM

આજે અમદાવાદમાં વૃદ્ધ દંપતી કોરોના સામેની જંગ જીત્યા. ગુજરાતમાં અત્યાર સુધી સુરતમાં એક અને અમદાવાદમાં કોરોના પોઝિટિવ ત્રણ દર્દીઓ સાજા થઈ ઘેર પહોંચ્યા.

એક બાજુ લોકડાઉન મુક્તિ મેળવવા મેળાવડો જામ્યો ! પાસ આપવા પર રાજકોટમાં લદાયા નિયંત્રણ. મુક્તિ પાસ મેળવ્યા પછી પણ કારીયાણા, દવાના ઘણા વેપારીઓ દુકાન તો ખોલતા જ નથી. બીજી બાજુ આ બાબતે ટીમો તાપસમાં દોડશે, દૂરપયોગ પકડાયે પાસ રદ થશે.

જામનગરમાં વહીવટી તંત્રની મંજૂરી વગર ફૂડ વિતરણ નહીં થાય.

સૌરાષ્ટ્રમાં પરિવન સેવા ઠપ્પ થઈ જતા અનેક પરિવારો વિખુટા.

જૂનાગઢ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવનાર બે સામે ગુનો દાખલ.

જૂનાગઢમાં જરૂરિયાતમંદો માટે દરરીજ તૈયાર થાય છે 600 જેટલા ફૂડપેકેટ્સ.

કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યા ના સુવે તે માટે સોરઠમાં ધમધમતા સેવાયજ્ઞો.

સુરતથી અમરેલી બેરોકટોક વાહનોમાં આવનારા લોકો સામે તાકીદે પગલાં લો કેમ કે લોકડાઉનના કાયદાનો છડેચોક ભંગ કરનારને આકરો દંડ ફટકારવા માંગ.

LEAVE A REPLY