રાજકોટમાં લોકડાઉનના ચોથા દિવસે પણ પાન મસાલો લેવા ભીડ

0
115

રાજકોટમાં લોકડાઉન 4 ના ચોથા દિવસે પણ પાન મસાલાના રસિયાઓએ લગાવી લાંબી લાઈનો….

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તાર માં પેડકરોડ બાલક હનુમાન મંદિર પાસે આવેલા. સહકાર સોપારી સેન્ટર પર પાન ફાકી ના હોલસેલના વેપારી ને ત્યાં લોકડાઉન ચારના ચોથા દિવસે સોપારી તમાકુ ના રસિયાઓ લાંબી લાઇન લગાવી હતી.

જ્યાં સરકારશ્રીના તમામ નિયમોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી, એક પછી એક લોકોને સેનેટાઈઝર કરવા અને માસ્ક પહેરેલ હોય તેમને ને જ ત્યાં ઉભા રહેવા દેવા જેવા કડક નિયમોનું પાલન.

વેપારી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ જ ગ્રાહક ને માલ આપવામાં આવે છે. આમ કોઈ જગ્યાએ નિયમોનું પાલન થઈ રહ્યું છે તો કોઈ જગ્યાએ નિયમોના લિરેલીરે ઉડી રહ્યા છે. માટે લોકોએ જાતે સમજવાનું છે અને પોતાના સ્વાસ્થ્ય માટે સમજવાનું છે INA ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે તમારી તથા તમારા પરિવારની સુરક્ષા તમારા હાથમાં છે માટે સોશયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સાબુથી અથવા સેનેટાઈઝર નો ઉપયોગ કરી હાથ ધોવાનું રાખો અને આપ તથા આપના પરિવારને સુરક્ષિત રાખો.

બ્યુરો રિપોર્ટ જગદીશ પટેલ

LEAVE A REPLY